અમદાવાદ : ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસના આરોપી મૌલવી કમરગનીના 9 દિવસના રિમાન્ડ મંજૂર

|

Feb 07, 2022 | 4:56 PM

25 જાન્યુઆરીએ અમદાવાદ જિલ્લાના ધંધુકામાં મોઢવાડાના નાકે બાઈક પર આવેલા બે શખસોએ કિશન ભરવાડ પર ફાયરિંગ કર્યું હતું. એક ગોળીથી તો કિશન બચી ગયો, પરંતુ બીજી ગોળીએ તેનો જીવ લઈ લીધો.

અમદાવાદ(Ahmedabad) જિલ્લાના ધંધુકા (Dhandhuka)ના કિશન ભરવાડ હત્યા કેસ(Kishan Bharwad murder case)ના આરોપી મૌલવી કમરગનીની (Maulana Kamargani Usmani) 9 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. સ્પેશિયલ કોર્ટે 16 તારીખે બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. સરકારી વકીલની કોર્ટમાં દલીલ હતી કે આરોપી કમરગનીની સંસ્થા TFI દ્વારા કિશન ભરવાડ જેની ટિપ્પણી કરનારા 1500 લોકોનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે. આ લિસ્ટ કયા આધારે બનાવાયું. કોના કોના નામનો લિસ્ટમાં ઉલ્લેખ છે એ બાબતે તપાસ બાકી હતી.TFIના 6થી 7 વ્યક્તિઓએ અગાઉ રાજીનામાં આપ્યા છે એ કયા કારણથી રાજીનામાં આપ્યા તેની પણ તપાસ બાકી હોવાથી 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. જોકે બચાવ પક્ષ દ્વારા દલિલ કરાતા કમરગનીના 9 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.

આ સાથે મૌલાના કમરગની ઉસ્માનીના સંગઠનની બેંકની માહિતી પણ સામે આવી છે. જેમાં ખુલાસો થયો છે કે TFI સંગઠનના બેંક અકાઉન્ટમાં 11 લાખના વ્યવહાર મળ્યા છે.ત્યારે રૂપિયા 11 લાખમાંથી રૂપિયા 9 લાખનો અકાઉન્ટમાંથી ખર્ચ કરાયો છે. મૌલાના કમરગનીના પર્સલનલ અકાઉન્ટની માહિતી હજૂ સુધી સામે આવી નથી. ત્યારે આ મામલે પૂછપરછમાં વધુ ખુલાસા સામે આવી શકે છે.

શું છે સમગ્ર કેસ?

25 જાન્યુઆરીએ અમદાવાદ જિલ્લાના ધંધુકામાં મોઢવાડાના નાકે બાઈક પર આવેલા બે શખસોએ કિશન ભરવાડ પર ફાયરિંગ કર્યું હતું. એક ગોળીથી તો કિશન બચી ગયો, પરંતુ બીજી ગોળીએ તેનો જીવ લઈ લીધો. આ હત્યા બાદ ધંધુકા અને આસપાસના વિસ્તારોમાં તંગદિલી વ્યાપી ગઈ હતી. કિશને એક ફેસબુક પોસ્ટ મૂકી હતી જેમાં ધાર્મિક બાબતોનો ઉલ્લેખ હતો. ફેસબુકની આ પોસ્ટને લઈને આરોપીઓએ તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસઃ મૌલાના કમરગનીની સંગઠનની બેંક ડિટેઈલ મળી, TFI સંગઠનના બેંક અકાઉન્ટમાં 11 લાખના વ્યવહાર મળ્યા

આ પણ વાંચો : લતા મંગેશકરને યાદ કરીને ભાવુક થઈ હેમા માલિની, કહ્યું- 6 ફેબ્રુઆરી આપણા બધા માટે કાળો દિવસ

Next Video