Ahmedabad drunk driving case : મણિનગર ખાતે 2 દિવસ પહેલા સર્જાયેલા અકસ્માતમાં યુવકોને દારૂ આપનાર બે લોકોની કરાઇ ધરપકડ, જુઓ Video

| Edited By: | Updated on: Jul 25, 2023 | 5:43 PM

અમદાવાદના મણિનગરમાં થયેલા અકસ્માતના કેસમાં યુવકોને ગેરકાયદે દારૂ આપનારની પણ ધરપકડ કરાઇ છે. દારૂની પરિમટ ધરાવનાર હિરેન ઠાકોરની ધરપકડ કરાઇ છે. દારૂ આરોપીઓને પહોંચાડનાર જયશીલ ઠાકોર પણ પકડાયો છે.

અમદાવાદના મણિનગરમાં ભૈરવનાથ રોડ પર 2 દિવસ પહેલા સર્જાયેલા અકસ્માત કેસમાં હવે વધુ કાર્યવાહી કરાઇ છે. અકસ્માત સર્જનારા યુવકોને દારૂ આપનાર બે લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ બંને લોકો પિતા-પુત્ર હોવાનો ખુલાસો થયો છે. દારૂની પરમિટ ધરાવનાર પિતા હિરેન ઠાકોર અને દારૂ યુવકોને આપનાર જયશીલ ઠાકોર હવે પોલીસના સકંજામાં આવી ગયા છે. બંને સામે ઇસનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી. જે બાદ વધુ તપાસ માટે મણિનગર પોલીસને સોંપી દેવાયા છે. હાલ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ દારૂ વેચાણના ગુનામાં બંને સામે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ મામલે જેગુઆર કંપનીનો રિપોર્ટ આવ્યો, જાણો શું થયા ખુલાસા, જુઓ Video

ઉલ્લેખનીય છે, 2 દિવસ પહેલા મણિનગર રોડ પર નશાની હાલતમાં કાર હંકારી લોકોના જીવને જોખમમાં મૂકીને અકસ્માત સર્જનારા યુવકોની કારમાંથી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે અકસ્માત સર્જનાર યુવક અને કારમાં સવાર અન્ય 3 યુવક એમ કુલ 4 યુવકો સામે કાર્યવાહી કરી છે. ત્યારે તેમને દારૂ આપનાર બંને પિતા-પુત્રની ધરપરડ કરી લેવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે હવે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો