અમદાવાદઃ ગોમતીપુરના પ્રદૂષિત પાણી મુદ્દે સ્થાનિકોનો વિરોધ, મેટ્રો વર્કર પર કોર્પોરેટરે દૂષિત પાણી રેડ્યું
અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં સ્થાનિકો પ્રદૂષિત પાણીને લઈ પરેશાન બન્યા છે. અવારનવાર પાણી દૂષિત આવતુ હોવાની રજૂઆતો કરવામાં આવવા છતાં પણ તેનો કોઈ જ ઉકેલ નહીં આવવાને લઈ આખરે સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો હતો. સ્થાનિકો દ્વારા પ્રદૂષિત પાણીને લઈ મેટ્રો સ્ટેશન પર પહોંચ્યા હતા અને મેટ્રો સ્ટેશનની કામગીરીને લઈ પાણી દૂષિત મળી રહ્યો હોવાના વિરોધ દર્શાવ્યો છે.
મેટ્રો સ્ટેશનની કામગીરીને કારણે સ્થાનિકોને પ્રદૂષિત પાણીની મળી રહ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આ પ્રકારનુ પ્રદૂષિત પાણી છેલ્લા કેટલાય સમયથી મળી રહ્યું છે. જેને લઈ સ્થાનિક લોકો પરેશાન થઈને આખરે હવે વિરોધ કરવા માટે મેટ્રો સ્ટેશનની જ્યાં કામગીરી ચાલી રહી છે, ત્યાં પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં મહિલાઓ અને સ્થાનિકો સાથે સ્થાનિક કોર્પોરેટર પણ વિરોધ કરવા માટે પહોંચ્યા હતા.
આ પણ વાંચોઃ વેસેલિનની નાનકડી ડબ્બી છે ખૂબ કામની, સ્કિન ડ્રાય થી રોકવા સાથે આ 5 રીતે ઉપયોગ કરી શકાય છે, જુઓ
તો વળી આ દરમિયાન દૂષિત પાણીને મેટ્રોના વર્કરની ઉપર રેડવામાં આવ્યુ હતુ. આ જ કારણથી વર્કર પર દૂષિત પાણી રેડવામાં આવ્યુ હોવાનુ કોર્પોરેટર ઈકબાલ શેખે ટીવી9 સાથે વાતચીતમાં બતાવ્યુ હતુ. તેઓએ કહ્યુ હતુ કે, અનેકવાર રજૂઆત કરવામાં આવી છે આમ છતાં પણ આ ઉેકલ આવતો નથી.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Nov 25, 2023 07:03 PM
