AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : શારદાબેન હોસ્પિટલમાં દર્દીના ભોજનમાંથી નીકળી ગરોળી, ત્રણ દર્દીઓએ ગરોળીયુક્ત ભોજન લેતા ઝાડા-ઉલ્ટીની સમસ્યા, જૂઓ Video

Ahmedabad : શારદાબેન હોસ્પિટલમાં દર્દીના ભોજનમાંથી નીકળી ગરોળી, ત્રણ દર્દીઓએ ગરોળીયુક્ત ભોજન લેતા ઝાડા-ઉલ્ટીની સમસ્યા, જૂઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2023 | 3:55 PM
Share

અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં દર્દીને આપવામાં આવતા ભોજનમાં બેદરકારી સામે આવી છે. શારદાબેન હોસ્પિટલમાં દર્દીના ભોજનમાંથી ગરોળી નીકળી છે. દર્દીની થાળીમાં મગની દાળમાંથી આ ગરોળી નીકળી હતી.

Ahmedabad : કોઇ પણ દર્દી હોસ્પિટલમાં ત્યારે જ આવતા હોય છે કે જ્યારે તેઓ સ્વસ્થ ન હોય. જો કે અમદાવાદમાં શારદાબેન હોસ્પિટલમાં (Shardaben Hospital) સ્વસ્થ થવા આવનારા દર્દીઓની હાલત વધુ કફોળી બની જાય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. શારદાબેન હોસ્પિટલમાં સંખ્યાબંધ દર્દીઓની સારવાર થતી હોય છે. જોકે અહીં એક બનેલી એક ઘટનાથી હવે દર્દીઓ અને તેમના સ્વજનો અહીં સારવાર લેવી કે નહીં તે અંગે વિચારમાં પડી ગયા છે.

આ પણ વાંચો-Valsad Rain : વલસાડના વાપીમાં બારે મેઘ ખાંગા, ભારે વરસાદ બાદ શહેર પાણીમાં ડૂબ્યું, પાણીમાં કાર ફસાઇ જતા ફાયર વિભાગે કર્યુ રેસ્કયૂ

વાત કઇક એમ છે કે અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં દર્દીને આપવામાં આવતા ભોજનમાં બેદરકારી સામે આવી છે. શારદાબેન હોસ્પિટલમાં દર્દીના ભોજનમાંથી ગરોળી નીકળી છે. દર્દીની થાળીમાં મગની દાળમાંથી આ ગરોળી નીકળી હતી. જે પછી અહીં પીરસવામાં આવતા ભોજનને લઇને અનેક સવાલો ઊભા થયા છે. SVP હોસ્પિટલમાં તૈયાર કરાયેલું ભોજન શારદાબેન હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવે છે. ગરોળીયુક્ત ભોજન જમેલા ત્રણ દર્દીઓને ઝાડા ઉલ્ટી જેવી સમસ્યા થઇ હોવાની પણ માહિતી સામે આવી છે. ત્યારે ભોજનમાં આવી બેદરકારી બદલ કેન્ટીનના કોન્ટ્રાક્ટર સામે પગલા લેવાય તે જરુરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 19, 2023 03:50 PM
g clip-path="url(#clip0_868_265)">