આ વર્ષે ઊનાળામાં અમદાવાદમાં નહીં સર્જાય પાણીની સમસ્યા, વોટર કમિટીની બેઠકમાં આ મહત્વના નિર્ણય લેવાયા

|

Mar 08, 2022 | 7:18 AM

અમદાવાદની પ્રજાએ દર વર્ષે ઊનાળામાં આકરી ગરમી સાથે પાણીની સમસ્યાઓનો સામનો પણ કરવો પડતો હોય છે. જો કે આ વર્ષે પાણીની સમસ્યા ન સર્જાય તે માટે સોમવારે મળેલી વોટર કમિટીમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

અમદાવાદ(Ahmedabad) માં ઊનાળાની ધીમે ધીમે શરુઆત થઇ રહી છે. દર વર્ષે ઊનાળા (Summer)માં અમદાવાદીઓને પાણીની સમસ્યા (Water crisis)નો સામનો કરવો પડતો હોય છે. જો કે આ વર્ષે અમદાવાદીઓને પાણીની સમસ્યાનો સામનો કરવો નહીં પડે. સોમવારે મળેલી વોટર કમિટીમાં ઊનાળામાં પાણીની સમસ્યા ન સર્જાય તે માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

અમદાવાદની પ્રજાએ દર વર્ષે ઊનાળામાં આકરી ગરમી સાથે પાણીની સમસ્યાઓનો સામનો પણ કરવો પડતો હોય છે. જો કે આ વર્ષે પાણીની સમસ્યા ન સર્જાય તે માટે સોમવારે મળેલી વોટર કમિટીમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. વોટર કમિટીની બેઠકમાં શહેરમાં જૂના પમ્પિંગ સ્ટેશનને ચેક કરવા સૂચના આપવામાં આવી છે. હાલ શહેરમાં 215 જેટલા પમ્પિંગ સ્ટેશન છે. જેમાં પાણીનું પ્રેશર ચેક કરવાની સૂચના આપવામાં આવી છે. તો જૂના પમ્પિંગ સ્ટેશનને રિપેર કરવાની સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત જે વિસ્તારમાં પેઇંગ ગેસ્ટ આવેલા છે, ત્યાં આવનારા દિવસોમાં તવાઇ આવી શકે છે. કારણ કે પેઇંગ ગેસ્ટ તરીકેના મકાનોમાં પાણીના કનેક્શન કાયદેસરના છે કે કેમ તે ચેક કરવા સૂચના અપાઇ છે. કમિટીમાં એવી રજૂઆત હતી કે, કેટલાક PGમાં મોટા પાયે પાણીનો વપરાશ થાય છે. જેના કારણે આસપાસનાં મકાનોમાં પાણીના પ્રેશરની સમસ્યા સર્જાય છે. જેથી શહેરના પીજીનાં પાણીનાં કનેકશન કાયદેસર છે કે નહીં તે પણ ચેક કરવા સૂચના આપી દેવાઇ છે.

આ પણ વાંચો-

પોરબંદર : મહિલા કોન્સ્ટેબલ અંકિતા ઝંકાટ બાઈક સ્ટંટમાં 4 વખત રાજ્ય કક્ષાએ એવોર્ડ મેળવ્યા

આ પણ વાંચો-

ગુજરાતમાં કોરોનાના વળતા પાણી, માત્ર 43 નવા કેસ નોંધાયા, 2 દર્દીના મોત

Next Video