Ahmedabad: સાણંદ કલહાર ગોલ્ફ ક્લબમાંથી ઝડપાયો જુગારધામ, પકડાયેલા જુગારીમાં શહેર ભાજપના પ્રમુખ કમલેશ વ્યાસનો પણ સમાવેશ, જુઓ Video
અમદાવાદ ગ્રામ્ય LCBની ટીમે સાણંદ કલહાર ગોલ્ફ ક્લબમાંથી જુગારીઓને ઝડપ્યા છે. 6 જુગારીઓમાં સાણંદ શહેર ભાજપના પ્રમુખ કમલેશ વ્યાસનો પણ સમાવેશ થયો છે.
અમદાવાદના સાણંદ કલહાર ગોલ્ફ ક્લબમાંથી ગ્રામ્ય LCBની ટીમે જુગારીઓને ઝડપી પાડ્યા છે. 6 જુગારીઓમાં સાણંદ શહેર ભાજપના પ્રમુખ કમલેશ વ્યાસનો પણ સમાવેશ છે. ગ્રામ્ય LCBની ટીમે કમલેશ વ્યાસની ધરપકડ કરી છે. ગ્રામ્ય LCBએ 6 જુગારીઓ પાસેથી 2.97 લાખ રોકડ જપ્ત કરી છે.
આ પણ વાંચો : બેકરી એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્ટની જ બેકરીમાં જોવા મળ્યું સફાઈ નામે મીંડું, જુઓ અમદાવાદની ઈમ્પીરીયલ બેકરીનો Video
જુગાર રમવા માટે મિત્રનું ફાર્મ હાઉસ રાખ્યું હતુ. શ્રાવણ માસ હોવાથી છ જુગારીઓ એક અઠવાડિયાથી જુગાર રમતા હતા. કમલેશ વ્યાસ હાલ નગરપાલિકામાં ક્લાર્કની નોકરી પર છે. કમલેશ વ્યાસ પર અગાઉ કરોડોના કૌભાંડના આક્ષેપ લાગી ચૂક્યા છે.
