અમદાવાદ : કર્ણાવતી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો હોબાળો, એક્ટિવિટીના નામે ફી ઉઘરાવતા વિદ્યાર્થીઓમાં આક્રોશ

|

Feb 21, 2024 | 5:04 PM

કર્ણાવતી યુનિવર્સિટીમાં વર્ષ દરમિયાન થતી એક્ટિવિટીના નામે વિદ્યાર્થી દીઠ 5 હજાર રૂપિયા ઉઘરાવાય છે. શૈક્ષણિક ફી સિવાયની અન્ય ફી ફરજિયાત ના ઉઘરાવી શકાતી હોવા છતાં સંચાલકોની મનમાની સામે આવી છે. જેને લઈને વિધાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. અગાઉ પણ કર્ણાવતી યુનિવર્સિટી ફરજિયાત ફી મામલે વિવાદમાં આવી છે.

અમદાવાદની કર્ણાવતી યુનિવર્સિટી ફી મુદ્દે ફરી એકવાર વિવાદમાં આવી છે. વિદ્યાર્થીઓ પાસેથી એક્ટિવિટીના નામે ફી ઉઘરાવતાં યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો. ફી નહીં ભરો તો પરીક્ષામાં નહીં બેસવા દેવાની સંચાલકોએ ચીમકી આપતા વિધાર્થીઓમાં આક્રાશ જોવા મળી રહ્યો છે.

કર્ણાવતી યુનિવર્સિટીમાં વર્ષ દરમિયાન થતી એક્ટિવિટીના નામે વિદ્યાર્થી દીઠ 5 હજાર રૂપિયા ઉઘરાવાય છે. શૈક્ષણિક ફી સિવાયની અન્ય ફી ફરજિયાત ના ઉઘરાવી શકાતી હોવા છતાં સંચાલકોની મનમાની સામે આવી છે. જેને લઈને વિધાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. અગાઉ પણ કર્ણાવતી યુનિવર્સિટી ફરજિયાત ફી મામલે વિવાદમાં આવી છે.

આ પણ વાંચો PM નરેન્દ્ર મોદી GCMMFના મહાસંમેલનનું ઉદ્ઘાટન કરશે, અમૂલના 5 નવા પ્રોજેક્ટનો થશે પ્રારંભ

Next Video