Ahmedabad: મણિનગરમાં લૂંટના ઈરાદે માથાભારે શખ્સે રિવોલ્વર બતાવી રૂપિયાની કરી માગ, ફાયરિંગ પણ કર્યુ હોવાની ચર્ચા- જુઓ Video
Ahmedabad: મણિનગરમાં એક શખ્સે લૂંટના ઈરાદે રિવોલ્વર બતાવી રૂપિયાની માગ કરી હતી. અજાણ્યા શખ્સને રિવોલ્વર બતાવી પૈસા માગ્યા હતા. માથાભારે શખ્સે ફાયરિંગ પણ કર્યુ હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે.
Ahmedabad: અમદાવાદમાં દિવસે દિવસે માથાભારે તત્વોનો આતંક વધી રહ્યો છે. તસ્કરો વધુ બેફામ બની રહ્યા છે. ગુનાહિત માનસિક્તા ધરાવતા લોકોને જાણે કાયદાનો કોઈ ડર જ રહ્યો નથી. હજુ ગેરકાયદે હથિયારો પકડાવાનો કિસ્સો તાજો જ છે ત્યારે વધુ એક શખ્સે લૂંટના ઈરાદે રિવોલ્વર બતાવી રૂપિયાની માગ કરી હોવાની ઘટના મણિનગર વિસ્તારથી સામે આવી છે. શહેરમાં ભરબજારમાં શખ્સે અજાણ્યા વ્યક્તિને બંધુકની અણીએ લૂંટવાનો પ્રયાસ કર્યો .
આ પણ વાંચો: Gujarati Video : MS યુનિવર્સિટી બચાવવા આંદોલન, કોમન યુનિવર્સિટી એક્ટ સામે લોકોનો વિરોધ
સમગ્ર ઘટનાની હકીકત અનુસાર એલજી હોસ્પિટલ પાસે એક શખ્સે સોનાની દુકાનમાં ઘૂસીને લૂંટનો પ્રયાસ કર્યો હતો. જો કે વેપારીએ પ્રતિકાર થતા શખ્સે બહાર આવીને હવાઈ ફાયરિંગ કર્યું હતું. આ સમયે ટોળું શખ્સને ઘેરીને દોડવા લાગ્યું હતું. થોડી વાર આમથી તેમ ભાગ્યા બાદ હવાઈ ફાયરિંગ કરનાર શખ્સને લોકોએ ઝડપી પાડયો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં યુવકે પોતાનું નામ લોકેન્દ્રસિંહ શેખાવત જણાવ્યું છે. મૂળ જયપુરના યુવક પાસેથી દેશી હથિયાર જપ્ત કરાયું છે. આ યુવકે દેવું થઈ જતા લૂંટનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું છે. તેમજ યુવકે આર્મીમાં હોવાની પણ માહિતી આપી છે.
જો કે સ્થાનિકોના જણાવ્યા મુજબ શખ્સે ફાયરિંગ પણ કર્યુ હોવાની ચર્ચા છે. સ્થાનિકોએ શખ્સને પકડી પોલીસને હવાલે કર્યો હતો. હાલ પોલીસે તેની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Input Credit- Mihir Soni- Ahmedabad
અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
આવકના નવા સ્ત્રોત શોધી શકશો, શાંત અને તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરો
ઓપરેશન સિંદૂર: તેજસ અને બ્રહ્મોસના પ્રહારથી પાકિસ્તાની સેના પસ્ત
અમદાવાદ: વટવામાં ભુવામાં ખાબક્યો બાઈકચાલક, મનપાની બેદરકારી સામે રોષ
ગુજરાતના વેપાર ધંધા પર ઇરાન યુદ્ધની આડઅસર, જુઓ Video
