Ahmedabad: મોટી દુર્ઘટના થતા અટકી, સ્કૂલ બસ પર પડ્યો હાઈ એક્સટેન્શન વીજ વાયર, 50 બાળકોને બચાવી લેવાયા

|

Sep 16, 2022 | 5:38 PM

Ahmedabad: ગોતા પાણીની ટાંકી પાસેથી પસાર થઈ રહેલી સ્કૂલ બસ પર અચાનક હાઈએક્સટેન્શન ઈલેક્ટ્રીક વાયર પડ્યો હતો. જો કે ડ્રાઈવર અને કન્ડક્ટરે સમયસૂચક્તા વાપરી બસમાં સવાર તમામ બાળકોને નીચે બચાવી લીધા હતા.

અમદાવાદ (Ahmedabad)માં ગોતા પાણીની ટાંકી પાસે સ્કૂલ બસ (School Bus) પર વીજ વાયર પડી ગયો છે. દુર્ઘટના સમયે સ્કૂલ બસમાં 50 બાળકો, સ્કૂલ બસના ડ્રાઈવર અને કન્ડક્ટર સવાર હતા. જો કે સમય સૂચક્તા વાપરી ડ્રાઈવર અને કન્ડક્ટરે બાળકોને બચાવી લીધા હતા. પાણીની ટાંકી નજીક એક વ્યક્તિને કરન્ટ લાગ્યો હોવાની પણ ચર્ચા છે. ફાયર બિગ્રેડની બે ગાડીઓ અને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ગોતામાં આવેલ પાણીની ટાંકી નજીક મોટી દુર્ઘટના થતા ટળી છે. ખાનગી સ્કૂલની બસ જ્યારે બાળકોને લઈને ત્યાંથી પસાર થઈ હતી ત્યારે ગોતા પાણીની ટાંકી નજીક વીજ વાયર બસ પર પડ્યો હતો. હાઈ એક્સટેન્શન GEBની લાઈનનો વાયર બસ પર પડ્યો હતો. આ બસ પર લાઈન પડતા બસમાં સવાર 50 જેટલા બાળકોના જીવ તાળવે ચોંટ્યા હતા. જો કે ડ્રાઈવર અને કન્ડક્ટરની સમય સૂચક્તાને કારણે આ તમામ બાળકોને બચાવી લેવામાં આવ્યા છે.

હાઈ એક્સટેન્શન વાયર સ્કૂલ બસ પર પડ્યો

ઘટનાને પગલે ફાયર બ્રિગેડ પોલીસ સ્થળ પર પહોંચી હતી. GEBને પણ સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેને પગલે પાણીની ટાંકી નજીકથી પસાર થતી હાઈએક્સટેન્શન વાયરનો વીજપ્રવાહ બંધ કરવામાં આવ્યો હતો. જ્યારે આ ઘટના બની બાળકોને ઉતારવામાં આવ્યા તે બાદ લાઈનમાં બ્લાસ્ટ પણ થયો હતો. જો કે સદ્દનસીબે બાળકોનો જીવ બચાવી લેવામાં આવ્યો છે. જો થોડી પણ ચૂક થઈ હોત તો મોટી દુર્ઘટના ઘટી ગઈ હતી. જો કે આ વીજવાયરની લાઈન તૂટવા પાછળનું કોઈ ચોક્કસ કારણ જાણવા નથી મળ્યુ કે લાઈન ક્યા કારણોસર તૂટી કે કોઈ કામ ચાલતુ હતું.

Next Video