અમદાવાદમાં ચાલી રહેલા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના રૂટ પર ભયંકર ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા છે. 6 કિલોમીટર સુધી ટ્રાફિકજામ સર્જાયો છે. વૈષ્ણૌદેવીથી સાયન્સ સિટી અને સરદાર પટેલ રિંગ રોડ સુધી ચક્કાજામની સ્થિતિ સર્જાઈ છે. કલાકો સુધી વાહનોનો જામ ત્યાં જોવા મળી રહ્યો છે. ઓગણજ ખાતે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. જેમાં લાખોની સંખ્યામાં મુલાકાતીઓ અને ભાવિકો ભાગ લે છે. દેશવિદેશમાંથી લોકો આ શતાબ્દી મહોત્સવ જોવા માટે આવી રહ્યા છે. શતાબ્દી મહોત્સવના તમામ બાજુના રસ્તાઓ પર ટ્રાફિકજામ સર્જાયો છે. ટ્રાફિકજામના કારણે લોકો હેરાન પરેશાન પણ થઈ રહ્યા છે.
આ શતાબ્દી મહોત્સવના કારણે રિંગરોડ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. કલાકો સુધી વાહનોની લાંબી કતારો લાગેલી રહી હતી. લગભગ વૈષ્ણોદેવીથી ઓગણજ અને સાયન્સ સિટી તરફનો તમામ માર્ગ બંધ હાલતમાં જોવા મળ્યો હતો. જેના કારણે કલાકો સુધી વાહનચાલકો બાધિત થયા હતા. વાહનચાલકોનો આક્ષેપ છે કે ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ પ્રકારની વ્યવસ્થા ન કરાઈ હોવાથી આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ પામી છે.
શતાબ્દી મહોત્સવ સ્થળ સુધીના તમાન નજીકના રસ્તાઓ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. દૂર દૂરથી આવતા વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયા હતા. અનેક લોકો આ ટ્રાફિકજામમાં અટવાઈ પડ્યા હતા. શનિ-રવિની રજાઓમાં બાળકો સાથે નીકળેલા લોકો ટ્રાફિકમાં ફસાતા રજા જાણે સજામાં ફેરવાઈ હતી.
ઈનપુટ ક્રેડિટ- જિજ્ઞેશ પટેલ- અમદાવાદ
Published On - 6:49 pm, Sat, 24 December 22