Ahmedabad : હરિધામ સોખડાના સંતોનો વિવાદ વકર્યો, કલેક્ટર કચેરી ખાતે હરિભક્તોએ રામધૂન બોલાવીને વિરોધ કર્યો
પ્રબોધસ્વામી સાથે ગેરવર્તનને લઇને હરિભક્તો વડોદરા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કોઠારી પદેથી પ્રેમ સ્વરૂપ સ્વામીના રાજીનામાની માંગ કરી હતી..આ મામલે કાર્યવાહી કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
વડોદરાના હરિધામ સોખડાના(Haridham Sokhda)સંતોનો વિવાદ હવે રસ્તા પર આવ્યો છે. અમદાવાદ (Ahmedabad) કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં પહોંચેલા હરિભક્તોએ રામધૂન(Ramdhun)બોલાવીને વિરોધ કર્યો. હરિધામ સોખડાના મેનેજમેન્ટ સામે હરિભક્તોમાં ભારોભાર આક્રોશ ફેલાયો છે.હરિભક્તોએ સંતોને મંદિરની બહાર જવા ન દેવાતા હોવાનો અને ભક્તોને અંદર આવતા સમયે મોબાઈલ ચેક થતા હોવાનો પણ આક્ષેપ કર્યો. હરિધામ સોખડામાં બે જૂથ વચ્ચેનો વિવાદ હવે સરકારને રજૂઆત સુધી પહોંચ્યો છે.બીજી તરફ સમગ્ર ઘટનાની વાત કરીએ તો..પ્રબોધસ્વામી સાથે મંદિરમાં અડધી રાત્રે ગેરવર્તન થયું હોવાના આક્ષેપ હરિભક્તો કર્યા છે. પ્રબોધસ્વામી સાથે ગેરવર્તનને લઇને હરિભક્તો વડોદરા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કોઠારી પદેથી પ્રેમ સ્વરૂપ સ્વામીના રાજીનામાની માંગ કરી હતી..આ મામલે કાર્યવાહી કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
હરિભક્તોનો આક્ષેપ છે કે, સરલસ્વામીએ પ્રબોધસ્વામીની ફેટ પકડીને મારી નાખવાની ધમકી આપી હતી..અને મંદિરમાંથી નીકળી જવા કહ્યું હતું.પ્રબોધસ્વામી સાથે અઘટિત ઘટના બની છે. તેના ખરાબ પ્રત્યાઘાતો પડ્યા છે.સરલસ્વામીએ તેમને ધક્કો માર્યો છે અને ગળુ દબાવ્યું છે.હરિભક્તો કોઠારી પદેથી પ્રેમ સ્વરૂપ સ્વામીના રાજીનામાની પણ માગ કરી છે.મહત્વનું છે કે બે મહિના પહેલા સોખડા સ્વામિનારાયણ મંદિરમાં સંતો દ્વારા સેવક અનુજ ચૌહાણને માર મારવામાં આવ્યો હતો.આ કેસમાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ 5 સંત અને 2 સેવક પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા.
આ પણ વાંચો : Ahmedabad : ટુંકો રસ્તો અપનાવી પૈસા કમાવવાનું મોટું કારસ્તાન, બે આરોપી પોલીસ ગિરફ્તમાં
આ પણ વાંચો : જામનગરઃ જીલ્લામાં રોડના કામનું આયોજન પણ અમલી નહીં, સ્ટાફની અછત સહીત પ્રશ્નોના કારણે મંજુર થયેલા અનેક કામો બાકી
Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
