Ahmedabad: ગાંધી આશ્રમના નવીનીકરણ માટે હાઈકોર્ટે આપી લીલી ઝંડી, ગાંધીના મૂલ્યોનું હનન થતુ હોવાના દાવા સાથે કોર્ટમાં થઈ હતી જાહેરહિતની અરજી

|

Sep 08, 2022 | 4:22 PM

Ahmedabad: ગાંધી આશ્રમના નવીનીકરણ માટે હાઈકોર્ટે લીલી ઝંડી આપી દીધી છે. આશ્રમના રિડવપેન્ટ સામે ગાંધી મૂલ્યોનું હનન થતુ હોવાના દાવા સાથે હાઈકોર્ટમાં અરજી થઈ હતી. જેમા કોર્ટે અગાઉ પણ ચુકાદો આપ્યો હતો જો કે આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. બાદમાં સુપ્રીમે નવેસરથી હાઈકોર્ટમાં સુનાવણી માટે આદેશ આપ્યો હતો.

અમદાવાદ(Ahmedabad)માં આવેલા ગાંધી આશ્રમના નવીનીકરણનો માર્ગ મોકળો થયો છે. હાઈકોર્ટે ગાંધી આશ્રમના નવીનીકરણને લીલી ઝંડી આપી દીધી છે. હાઈકોર્ટમાં ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ હાઈકોર્ટ (Highcourt)માં જાહેર હિતની અરજી કરી હતી, જેમાં આશ્રમના રિડેવપમેન્ટ સામે વાંધો રજૂ કર્યો હતો અને ગાંધીજીના મૂલ્યોનું હનન થતુ હોવાનો દાવો કર્યો હતો. અરજદારે ગાંધી આશ્રમ (Gandhi Ashram)ના નવીનીકરણ સામે વાંધા અરજી દાખલ કરી હતી, જેમાં અરજદારે આશ્રમના રિડેવલપમેન્ટ સામે વાંધો રજૂ કર્યો હતો અને ગાંધીજીની મૂલ્યોનું હનન થતુ હોવાનો દાવો કર્યો હતો. આ મામલે હાઈકોર્ટ અગાઉ જ ચુકાદો આપી ચુકી હતી. જો કે ત્યારબાદ અરજદારે એ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જેમાં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને નવેસરથી સુનાવણી કરવા માટે આદેશ આપ્યો હતો. જેમાં હાઈકોર્ટે અરજદારની અરજી ફગાવતા નવીનીકરણને લીલી ઝંડી આપી છે.

અરજદારની શું હતી રજૂઆત?

હાઈકોર્ટમાં અરજદારે રજૂઆત કરી હતી કે મહાત્મા ગાંધી સાદગીને વરેલા હતા. ગાંધી આશ્રમનું આધુનિકરણ કરવાથી ગાંધીજીની મૂલ્યોનું હનન થશે. આ વાંધા અરજી સામે સરકાર તરફથી સામે જવાબ રજૂ કરવામાં આવ્યો હતો કે ગાંધી આશ્રમની મૂળ જે પાંચ એકરની જગ્યા છે તે યથાવત રાખવામાં આવશે અને આસપાસના વિસ્તારનો વિકાસ કરવામાં આવશે. ગાંધી આશ્રમના નવિનીકરણ પાછળ એવો તર્ક આપવામાં આવ્યો હતો કે નવી પેઢી ગાંધીજીના મૂલ્યોથી અવગત થાય તે માટે રિડેવલપમેન્ટ જરૂરી છે. આ અંગે કોર્ટ તરફથી લીલી ઝંડી મળતા હવે આગામી દિવસોમાં આશ્રમની નવીનીકરણને લઈને વધુ નિર્ણયો લેવામાં આવી શકે છે. આગામી દિવસોમાં ગાંધી જયંતિ પણ આવી રહી છે જેમા પણ આ અંગે નિર્ણય લેવાઈ શકે છે.

Next Video