Ahmedabad : શાહીબાગ આર્મી કેન્ટોમેન્ટ વિસ્તારના કેમ્પ હનુમાન મંદિરના (Camp Hanuman Temple)દર્શનાર્થીઓ માટે સારા સમાચાર છે. આગામી શનિવારથી હનુમાનજી મંદિરમાં દર્શનનો સમય (Darshan time)વધી શકે છે. કેટલાક ભક્તોએ સમય વધારવા અને પ્રસાદ વિતરણ કરવા અભિયાન હાથ ધર્યું હતું. જે અંતર્ગત મંદિરના ટ્રસ્ટીઓ અને આર્મી કેન્ટોનમેન્ટ બોર્ડને રજૂઆત કરી હતી. ભક્તોનું કહેવું હતું કે, “કોરોના કેસ ઘટતા મંદિરોમાં ઉત્સવ શરૂ થઇ ગયા છે. માત્ર કેમ્પ હનુમાન મંદિરમાં જ સમય મર્યાદા વધારવામાં આવતી નથી”. તો આ તરફ, ટ્રસ્ટ બોર્ડના સભ્ય સુધીર નાણાવટીનું કહેવું છે કે, “આગામી ટ્રસ્ટની બેઠકમાં સમય વધારવાનો નિર્ણય કરાશે. એટલે કે શનિવારથી કેમ્પ હનુમાનજી મંદિરમાં દર્શનનો સમય પહેલાની જેમ જ સામાન્ય થઇ જશે”.
નોંધનીય છે કે શાહીબાગ વિસ્તારમાં આવેલુ કેમ્પ હનુમાનનું મંદિર ભક્તોની આસ્થાનું મોટુ કેન્દ્ર છે. અહીં મોટી સંખ્યામાં લોકો દર્શન માટે જતા હોય છે. રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઇ ગઇ હતી અને સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધતા હતા, ત્યારે આ મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ હંમેશા રહેતી હોય છે. કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : Women’s Day : માંડવીના જંગલોની રક્ષામાં સતત ખડેપગે તૈનાત 7 મહિલા કર્મચારી, વાંચો જંગલની વાઘણોની કહાની
આ પણ વાંચો : કચ્છ : CBICના અધિકારીઓને રાષ્ટ્રપતિ પુરસ્કાર, 200 કરોડનું ડ્રગ્સ પકડનાર ગાંધીધામ DRIના અધિકારી પણ સન્માનીત