Ahmedabad: રક્ષાબંધન પૂર્વે માદરેવતન જવા ગીતા મંદિર બસ સ્ટેન્ડ ખાતે ઉમટી મુસાફરોની ભીડ

અમદાવાદ ST વિભાગ દ્વારા અલગ અલગ રૂટની 100 એક્સ્ટ્રા બસો પણ ફાળવવામાં આવી છે. જેથી લોકો સરળતાથી પોતાના વતન સમયસર પહોચી શકે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2021 | 6:53 AM

Ahmedabad: અમદાવાદ ખાતેના મુખ્ય બસ સ્ટેન્ડ એટલે કે ગીતા મંદિર ખાતે તહેવારો પહેલા જ પોતાના વતન જવા માટે મોટી સંખ્યામાં મુસાફરો જોવા મળ્યા હતા. આ બાતને ધ્યાનમાં લઈને અમદાવાદ ST વિભાગ દ્વારા અલગ અલગ રૂટની 100 એક્સ્ટ્રા બસો પણ ફાળવવામાં આવી છે. જેથી લોકો સરળતાથી પોતાના વતન પોહચી શકે.

પરંતુ આ બધાની વચ્ચે મહત્વનુ એ હતું કે વતન જવા નીકળેલા લોકો કોરોના ગાઈડલાઇન ભૂલ્યા હતા. મોટા ભાગના લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. તેમજ સામાજિક અંતર જેવા નિયમોનું પાલન ક્યાય પણ જોવા મળતું ન હતું. તહેવાર અને રાજાઓના ઉત્સાહમાં લોકોએ એ ન ભૂલવું જોઈએ કે કોરોના હજુ ગયો નથી. જેથી લોકોએ કોરોનાના તમામ નિયમોનું સ્વેચ્છાએ પાલન કરવું જોઈએ અને કોરોના સંક્રમણથી પોતાને અને અન્યોને સુરક્ષિત રાખવા જોઈએ.

ભાઈ બહેનના પવિત્ર પ્રેમના તહેવાર એટલે કે રક્ષાબંધનના આગલા દિવસે ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર ખાસ ભીડ જોવા મળી હતી. જેમાં રાજયભરમાંથી અમદાવાદ કામ-કાજ માટે આવેલા લોકો તહેવારોને લઈને પરત પોતાના વતન જવા માટે જોવા મળતા હતા.

હાજર મુસાફરો સાથે વાત કરતાં લોકોએ જણાવ્યુ હતું કે બસો માટે લાંબી રાહ જોવી પડી છે. કારણ કે કોરોના કાળમાં મોટા ભાગના રુટ કેન્સલ કરવામાં આવ્યા હતા જેમના અમુક ચાલુ છે અને અમુક રુટ હજુ પણ બંધ છે. જેને લઈને પણ લોકોએ હાલાકીઓ ભોગવી હતી

આ પણ વાંચો: SBI ખાસ તમારા માટે લાવ્યું છે e-RUPI, બહેનોને આ રક્ષાબંધનમાં આપો કેશલેસ ભેટ

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 22 ઓગસ્ટ: લાંબા સમયથી ચાલતી મહેનતનુ આજે મળશે ફળ, વિદ્યાર્થીઓને રહે રાહત

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">