Ahmedabad : કોરોના સંક્રમણને પગલે સોમવારથી હાઇકોર્ટ વર્ચ્યુઅલ મોડમાં ચાલશે

|

Jan 07, 2022 | 12:42 PM

5 ડિસેમ્બરે રાજ્યમાં કોરોના વાયરસના નવા 3350 કેસ નોંધાયા હતા, તો 6 જાન્યુઆરીએ 4213 નવા કેસ નોધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 1835 નવા કેસ નોંધાયા છે. તો આ સાથે જ રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 14 હજારને પાર એટલે કે 14,346 પર પહોચ્યો છે.

Ahmedabad :  વધતા જતા કોરોના (Corona) સંક્રમણને લઈને ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જે અનુસાર હવે સોમવારથી (10 જાન્યુઆરી 2022) હાઇકોર્ટ વર્ચ્યુઅલ મોડમાં ચાલશે. વધતા કોરોના સંક્રમણને પગલે હાઇકોર્ટમાં સોમવારથી ફિઝીકલ હિયરિંગ બંધ કરવામાં આવ્યું છે. આગામી બે દિવસ સુધી હાઇકોર્ટ પરિસરનું સેનિટાઇઝેશન કરવામાં આવશે.અને, વકીલોની ચેમ્બર્સ પણ બંધ કરાશે. કેસના ફાઇલિંગ માટે 10 કાઉન્ટર્સ શરૂ કરાશે. આ અંગે વિસ્તૃત માર્ગદર્શિકા (SOP) આજે દિવસ દરમ્યાન જાહેર થશે.

રાજયમાં કોરોનાનું સંક્રમણ વધ્યું

5 ડિસેમ્બરે રાજ્યમાં કોરોના વાયરસના નવા 3350 કેસ નોંધાયા હતા, તો 6 જાન્યુઆરીએ 4213 નવા કેસ નોધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 1835 નવા કેસ નોંધાયા છે. તો આ સાથે જ રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 14 હજારને પાર એટલે કે 14,346 પર પહોચ્યો છે. સૌથી વધુ અમદાવાદ શહેરમાં 1835 નવા કેસ નોંધાયા, તો સુરત શહેરમાં 1105, રાજકોટ શહેરમાં 183 કેસ, આણંદમાં 112 અને વડોદરા શહેરમાં 103 કેસ નોંધાયા છે.રાજ્યમાં તાપી જિલ્લામાં કોરોનાને કારણે એક દર્દીનું મૃત્યુ થતા રાજ્યમાં મૃત્યુઅંક વધીને 10,127 થયો છે.

સરકાર જાહેર કરશે નવી ગાઇડલાઇન 

રાજયમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. અને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ મોકુફ રાખવામાં આવી છે. સાથે જ પતંગોત્સવ અને ફલાવર શો પણ રદ કરવામાં આવ્યો છે.  સરકાર તરફથી લગાવવામાં આવનારા નિયંત્રણોને લઈને સૌથી વધુ ચર્ચા છે. આજે રાત સુધીમાં  આગામી બે અઠવાડિયા માટેની રાજ્ય સરકારનો ગૃહવિભાગ ગાઈડલાઈન બહાર પાડવામાં આવશે. કેમ કે અમદાવાદ, સુરત જેવા મહાનગરોમાં ગ્રામીણ અને નાના શહેરોની તુલનામાં સંક્રમણ ઘણું વધી રહ્યું છે. ત્યારે મહાનગરોમાં લાગુ કરાયેલા રાત્રિ કર્ફ્યુના સમયમાં વધારો થાય તે સ્વભાવિક છે.

 


 

આ પણ વાંચો : GUJARATમાં કોરોનાનો મોટો વિસ્ફોટ, નવા 4213 કેસ સાથે એક્ટીવ કેસ વધીને 14 હજારને પાર

આ પણ વાંચો : GUJARAT : ત્રીજી લહેરમાં આગામી દોઢ-બે મહિનામાં કોરોનાનું જોખમ વધશે, નવા વેરિએન્ટના (Omicron) કોમ્યુનિટી સ્પ્રેડનો તબક્કો શરૂ

Published On - 12:30 pm, Fri, 7 January 22

Next Video