Ahmedabad : વેજલપુરના સિદ્ધિ એપાર્ટમેન્ટમાં અચાનક આગ ફાટી નીકળી, આધેડ વયના પુરુષનું મૃત્યુ

Ahmedabad : વેજલપુરના સિદ્ધિ એપાર્ટમેન્ટમાં અચાનક આગ ફાટી નીકળી, આધેડ વયના પુરુષનું મૃત્યુ

| Edited By: | Updated on: Jun 05, 2022 | 8:59 PM

અમદાવાદમાં(Ahmedabad) વેજલપુરના સિદ્ધિ એપાર્ટમેન્ટમાં અચાનક આગ (Fire) લાગી હતી. જેમાં એપાર્ટમેન્ટના બીજા માળે ફ્લેટમાં આગ લાગતા 55 વર્ષીય આધેડનું મૃત્યુ થયું છે.

અમદાવાદમાં(Ahmedabad) વેજલપુરના (Vejalpur) સિદ્ધિ એપાર્ટમેન્ટમાં અચાનક આગ (Fire) લાગી હતી. જેમાં એપાર્ટમેન્ટના બીજા માળે ફ્લેટમાં આગ લાગતા 55 વર્ષીય આધેડનું મૃત્યુ થયું છે. આ સમગ્ર ઘટનામાં ફાયર વિભાગ આગ કંટ્રોલ કરે તે પહેલા આધેડનું મૃત્યુ થયું હતું. મૃતક આધેડ લકવાગ્રસ્ત હતા તેમજ આધેડની બીડી પીવાની ટેવના કારણે ઘરમાં આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાની તજવીજ હાથ ધરી છે. તેમજ વેજલપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે.

 

 

Published on: Jun 05, 2022 08:34 PM