Ahmedabad : 12 દિવસથી અમદાવાદમાં કોવિશિલ્ડ રસીનો સ્ટોક પૂર્ણ, શહેરના 77 ટકા લોકોને બુસ્ટરડોઝ લેવાનો છે બાકી

|

Jan 07, 2023 | 1:09 PM

અમદાવાદમાં (Ahmedabad) કોરોનાના સંભવિત સંકટ વચ્ચે કોવિશિલ્ડ રસીની અછત સર્જાઇ છે. છેલ્લા 12 દિવસથી અમદાવાદમાં કોવિશિલ્ડ રસીનો સ્ટોક પૂર્ણ થઇ ગયો છે. 2 સપ્તાહથી નાગરિકોને રસી મુકાવવામાં ભારે હાલાકી પડી રહી છે.

એક તરફ વિદેશમાં કોરોનાની નવી લહેર આવતા જ સરકાર સતર્ક બનીને લોકોને બુસ્ટર ડોઝ લેવા અપીલ કરી રહી છે. જો કે બીજી તરફ અમદાવાદના આરોગ્ય કેન્દ્રોમાં કોવિશિલ્ડ રસી પૂરતો જથ્થો ઉપલબ્ધ નથી. પાછલા 12 દિવસથી અમદાવાદમાં કોવિશિલ્ડ રસીનો સ્ટોક પૂર્ણ થઇ ગયો છે. કોરોના સંકટ વચ્ચે અમદાવાદીઓ વેક્સિન લેવા માટે ઉત્સાહ દેખાડી રહ્યા છે. તો બીજી તરફ કોવિશિલ્ડ વેક્સિનની અછત સર્જાતા અમદાવાદીઓને વેક્સિન લીધા વિના જ પરત ફરવુ પડે છે.

અમદાવાદમાં કોરોનાના સંભવિત સંકટ વચ્ચે કોવિશિલ્ડ રસીની અછત સર્જાઇ છે. છેલ્લા 12 દિવસથી અમદાવાદમાં કોવિશિલ્ડ રસીનો સ્ટોક પૂર્ણ થઇ ગયો છે. 2 સપ્તાહથી નાગરિકોને રસી મુકાવવામાં ભારે હાલાકી પડી રહી છે. શહેરીજનોને રસીકરણ માટે ધક્કા ખાવા પડી રહ્યાં છે. AMCએ સરકાર પાસે કોવિશિલ્ડ રસીના 1 લાખ ડોઝ માગ્યા છે. હજુ પણ ત્રણથી ચાર દિવસ કોવિશિલ્ડ માટે રાહ જોવી પડશે.
અમદાવાદમાં 77 ટકા લોકોને બુસ્ટરડોઝ લેવાનો હજુ પણ બાકી છે.

મહત્વનું છે કે, એક તરફ વિશ્વમાં કોરોનાના કેસને લઈને ફફડાટ છે, ત્યાં બીજી તરફ ભારત અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં કોરોનાનો કોઈ જ ભય નથી. આ નિવેદન ખુદ રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે આપ્યું છે. વધુમાં આરોગ્યપ્રધાને કહ્યું હતુ કે, પ્રિકોશન ડોઝની તંગી સર્જાઈ હતી. પરંતુ હવે કેન્દ્ર સરકાર પાસેથી 5 લાખ પ્રિકોશન ડોઝ મગાવી લેવામાં આવ્યા છે. જેનું જરૂર પ્રમાણે આરોગ્ય કેન્દ્રમાં વિતરણ કરવામાં આવશે અને લોકોને તેનો લાભ પણ મળશે. આ સાથે જ આરોગ્યપ્રધાને લોકોને માસ્ક પહેરવાની અને સાવચેતી રાખવાની પણ અપીલ કરી હતી.

ઓમિક્રોનના BF.7 સબ વેરિયન્ટના ભારતમાં 7 કેસ

INSACOG અનુસાર, ઓમિક્રોનના BF.7 સબ વેરિયન્ટના સાત કેસો સામે આવ્યા છે, જેમાંથી 4 પશ્ચિમ બંગાળમાં 2 ગુજરાત અને એક કેસ ઓડિશામાં નોંધાતા ચીંતા વધી છે. ચીનમાં કોરોના વાયરસનું આ સ્વરુપ ત્યાં કેસોમાં અચાનક ઉછાળો આવવા માટે જવાબદાર માનવામાં આવે છે.

Next Video