Sardardham માં નીતિન પટેલના હસ્તે ઈ-લાયબ્રેરીનું લોકાર્પણ કરાયું

| Edited By: | Updated on: Jan 23, 2022 | 5:53 PM

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે ઈ-લાયબ્રેરીનું લોકાર્પણ કરાયું છે.. આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા.

અમદાવાદમાં નિર્માણ પામી રહેલા સરદાર ધામમાં(Sardardham)નવનિર્મિત ઈ-લાયબ્રેરીનું(E Liabrary) ઉદઘાટન કરાયું છે.. પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના(Nitin Patel) હસ્તે ઈ-લાયબ્રેરીનું લોકાર્પણ કરાયું છે.. આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા.. તેમણે કહ્યું કે- સરદારધામે સમાજ માટે કામ કરવાની એક પદ્ધતિ વિકસાવી છે.. જે દરેક સમાજે શીખ લેવા જેવી બાબત છે.. રોડમેપ તૈયાર કરવો અને સમાજ માટે રોડમેપ પ્રમાણે કામ કરીને બતાવવું આ બંને બાબતોને સરદારધામે એકસાથે આગળ વધારી છે..વિદ્યાર્થીઓને ઝડપથી લાભ મળતો થઈ જવો તે ખૂબ મોટી વાત છે.. તો બીજીતરફ વઢવાણના ધારાસભ્યએ વિદ્યાર્થી દત્તક યોજનામાં 5 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બર 2021માં વિડીયો કોન્ફરન્સ દ્વારા અમદાવાદના સરદારધામ ભવનનું ઉદઘાટન કર્યું હતું. આ ભવન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ગ્રામીણ વિસ્તારોની વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને છાત્રાલયની સુવિધા પૂરી પાડશે. પાટીદાર સમાજ દ્વારા વિકસિત આ સંકુલમાં વિદ્યાર્થીઓને વાજબી દરે તાલીમ, બોર્ડિંગ અને રહેવાની સગવડ મળશે. PM મોદીએ વીડિયો-કોન્ફરન્સ દ્વારા સરદારધામ ફેઝ-2 ગર્લ્સ હોસ્ટેલનું ભૂમિપૂજન પણ કર્યું હતું. અમદાવાદમાં 200 કરોડના ખર્ચે 11 હજાર 670 સ્ક્વેર મીટરના પ્લોટમાં આશરે 7 લાખ સ્ક્વેર ફૂટમાં સરદારધામનું નિર્માણ કરવામાં આવ્યું  છે. જેનું PM મોદી ઇ-લોકાર્પણ કર્યું હતું.

આ પણ વાંચો : Surat: પોલીસ સ્ટેશનમાં નોંધાઇ અજીબો ગરીબ ફરિયાદ, જાણો શું છે આ કિસ્સો ?

આ પણ વાંચો : Ahmedabad: સંજીવની રથમાં વિનામુલ્યે સેવા આપી રહ્યાં છે ફાર્મસીના વિદ્યાર્થીઓ, આ સેવાથી આરોગ્ય કર્મીઓનું ભારણ ઓછું થશે

Published on: Jan 23, 2022 04:41 PM