Gujarati Video : અમદાવાદ શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, બાળકોની સ્કૂલ બેગનું વજન બાળકના વજનના 10મા ભાગથી વધુ ન હોવું જોઈએ

|

Aug 02, 2023 | 11:21 AM

શિક્ષણ વિભાગના આ આદેશનો અમદાવાદના 2 હજાર સ્કૂલના 5 લાખ બાળકોને લાભ થશે. જો કોઇ સ્કૂલ પરિપત્ર કે નિયમનો ભંગ કરે તો સ્કૂલ વિરૂદ્ધ કાર્યવાહી કરાશે.

Ahmedabad : બાળકોની સ્કૂલ બેગના (school bag) વજનને લઇને અમદાવાદ શિક્ષણ વિભાગે મોટો નિર્ણય કર્યો છે. ધોરણ 1થી 12ની સ્કૂલોને સ્કૂલબેગના વજન અંગે પરિપત્ર કર્યો છે. શિક્ષણ વિભાગના આદેશ મુજબ વિદ્યાર્થીઓની સ્કૂલ બેગનું વજન બાળકના વજનના 10મા ભાગથી વધુ ન હોવું જોઇએ. શિક્ષણ વિભાગના આ આદેશનો અમદાવાદના 2 હજાર સ્કૂલના 5 લાખ બાળકોને લાભ થશે. જો કોઇ સ્કૂલ પરિપત્ર કે નિયમનો ભંગ કરે તો સ્કૂલ વિરૂદ્ધ કાર્યવાહી કરાશે.

આ પણ વાંચો Ahmedabad: LRDના 20 ટકા વેઈટિંગ લિસ્ટના ઉમેદવારોએ માગ્યો કોંગ્રેસનો સાથ, જેનીબેન ઠૂમ્મરે લડતને આપ્યો ટેકો

ધારાસભ્યની રજૂઆત બાદ શિક્ષણાધિકારીનું ફરમાન

નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણીએ શિક્ષણાધિકારીને સ્કૂલ બેગના વજનને લઇને રજૂઆત કરી હતી. જેમાં તેઓએ કેટલીક સ્કૂલો દ્વારા નિયમનું પાલન ન કરવામાં આવતું હોવાની ફરિયાદ કરી હતી. ત્યારે ધારાસભ્યની આ રજૂઆતને ધ્યાને રાખીને શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે નવી શિક્ષા નીતિ અંતર્ગત શિક્ષણમાં ડિજિટલાઇઝેશનના વધારા પર ભાર મુકવામાં આવ્યો છે, સ્કૂલ બેગના વજનને લઇને પણ માર્ગદર્શિકા છે, પરંતુ સ્કૂલ સંચાલકો કે પછી વાલીઓની આંખ આડા કાન કરવાની નીતિને પગલે બાળકોને ભણતર સાથે ભાર વેઠવો પડે છે. ત્યારે શિક્ષણાધિકારીને આ નિર્ણયથી ચોક્કસ બાળકોને મોટો લાભ થશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video