Ahmedabad : કોરોનાના વધતાં કેસ વચ્ચે બજારોમાં ભીડ ઉમટી, કોરોનાના નિયમો ભુલાયા

|

Jan 16, 2022 | 5:40 PM

અમદાવાદ શહેરમાં હાલ બજારોમાં ફરી એકવાર ખરીદી માટે ભીડ જામી રહી છે. જેમાં શહેરના મુખ્ય બજાર લાલ દરવાજા ભદ્ર બજાર ખાતે લોકોની ભારે ભીડ ઉમટી રહી છે.

ગુજરાતમાં(Gujarat)કોરોનાનું(Corona)સંક્રમણનું સતત વધી રહ્યું છે. જેમાં અમદાવાદ (Ahmedabad) શહેર કોરોનાનું હોટ સ્પોટ બન્યું છે. જેમાં રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાઈ રહ્યા છે. તેમ છતાં બજારમાં હજુ પણ લોકો કોરોના ગાઇડ લાઇનનું પાલન કરવા બેદરકારી દાખવી રહ્યા છે. જેમાં હાલ બજારોમાં ફરી એકવાર ખરીદી માટે ભીડ જામી રહી છે. જેમાં શહેરના મુખ્ય બજાર લાલ દરવાજા ભદ્ર બજાર ખાતે લોકોની ભારે ભીડ ઉમટી રહી છે. જો કે આ દરમ્યાન કોરોનાના નિયમો લોકો નથી પાળી રહ્યા છે. તેમજ આ ભીડ લોકોને ભારે પડી રહી છે. તેમજ ખરીદી કરવા આવતા લોકો નિયમનું ઉલ્લંઘન કરતા જોવા મળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં શહેરમાં 01 જાન્યુઆરીથી કોરોનાના એક્ટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો. જેમાં અમદાવાદ શહેરમાં છેલ્લા 15 દિવસમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1903 થી લઇને 15 જાન્યુઆરી સુધી 20870 એ પહોંચી છે.

ટેસ્ટિંગ માટે ખાનગી લેબોરેટરીની મદદ લેશે

અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસને જોતા મહાનગરપાલિકાએ ખાનગી લેબોરેટરીની મદદ લીધી છે.. જે અંતર્ગત કોરોના ટેસ્ટિંગ માટે AMC 9 ખાનગી લેબોરેટરીની મદદ લેશે. હેલ્થ કમિટીની ચેરમેનનું કહેવું છે કે આગામી સમયમાં જરૂરિયાત મુજબ સ્થળ અને ટેસ્ટિંગ દર નક્કી કરવામાં આવશે. જેનો નિર્ણય મ્યુનિસિપલ કમિશનર કક્ષાએથી લેવામાં આવશે.

આ પણ વાંચો : ગાંધીનગર : કલોલમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની હાજરીમાં કોરોના નિયમોનો ભંગ

આ પણ  વાંચો : ગીર સોમનાથ : કોંગ્રેસની સરકાર બન્યા બાદ સરકારી અધિકારીઓનો અમે હિસાબ કરીશું : વિમલ ચુડાસમા

Published On - 4:49 pm, Sun, 16 January 22

Next Video