અમદાવાદમાં(Ahmedabad)કોરોના(Corona) અને એમિક્રોનના(Omicron)કેસ પ્રતિદીન વધી રહ્યા છે ત્યારે શાળાએ જતા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત ના થાય એ બાબતે શિક્ષણ વિભાગ(Education Department)પણ પુરતી તકેદારી રાખી રહ્યું છે. આ તમામ શાળાઓમાં સરકારની ગાઈડ લાઈનનું ફરજિયાત પાલન થાય એ બાબતે ઈન્સ્પેક્ટિંગ સ્ટાફને સુચના અપાઈ છે. જ્યારે ઇન્સ્પેક્ટિંગ સ્ટાફ દ્વારા તમામ શાળાઓની વિઝિટ કરી તકેદારીના પગલા ચકાસવામાં આવી રહ્યા છે.
આ દરમ્યાન અમદાવાદમાં ઓમિક્રોનના કુલ 7 કેસ નોંધાયા છે ત્યારે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયું છે… વિદેશથી આવતા લોકો દ્વારા ક્વોરન્ટાઇન નિયમ ભંગ કરનાર 12 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ ચુકી છે… તેમજ બાળકોમાં વેક્સિન ન લીધી હોવાને કારણે જોખમ વધુ હોવાનું પણ સામે આવી રહ્યું છે… ત્યારે એરપોર્ટ પર તપાસ વધુ સઘન બનાવવામાં આવી છે.
આ પણ વાંચો : Surat : ઓમીક્રોનની દહેશત વચ્ચે સુરતમાં વેન્ટિલેટર સાથે 263 બેડવાળી કોવિડ હોસ્પિટલ ફરી તૈયાર
આ પણ વાંચો : સાબરમતી રિવરફ્રન્ટ આઇકોનીક પેડિસ્ટ્રીયન બ્રિજને સ્વર્ગસ્થ જનરલ બીપિન રાવતનું નામ આપવા માંગ
Published On - 4:57 pm, Thu, 23 December 21