Ahmedabad: કોરોનાના કેસ વધતા શહેરમાં આઈસોલેશન સેન્ટર ઉભા કરવાની માગ વધી

|

Jan 18, 2022 | 2:49 PM

કોર્પોરેશન દ્વારા સમરસ હોસ્ટેલને પણ આઈસોલેશન સેન્ટર બનાવી દેવામાં આવી છે. એટલું જ નહીં જરૂર પ્રમાણે અન્ય આઈસોલેશન સેન્ટર બનાવવા તંત્ર વિચારણા કરી રહ્યું છે.

અમદાવાદ શહેરમાં સતત કોરોના (Corona)નું સંક્રમણ વધી રહ્યું છે. સતત વધી રહેલા કેસને લઈ આઈસોલેશન સેન્ટર (Isolation Center) ઉભા કરવાની માગ વધી છે. હોસ્પિટલની જગ્યાએ આઈસોલેશન સેન્ટર ઉભા કરવામાં આવે તેવી માગ વધી છે. ગુજરાતમાં કોરોના સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે. ખાસ કરીને અમદાવાદ કોરોના સંક્રમણનું એપી સેન્ટર બનતુ જઈ રહ્યુ છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં હાલ કોરોનાના કેસ વધુ છે, પરંતુ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ઓછી છે. છતાં કોર્પોરેશન દ્વારા દર્દીઓના આઈસોલેશન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

કોર્પોરેશન દ્વારા સમરસ હોસ્ટેલને પણ આઈસોલેશન સેન્ટર બનાવી દેવામાં આવી છે. એટલું જ નહીં જરૂર પ્રમાણે અન્ય આઈસોલેશન સેન્ટર બનાવવા તંત્ર વિચારણા કરી રહ્યું છે. જે દર્દીઓને ઘરમાં રહેવાની જગ્યા નથી તેમને આઈસોલેશન વોર્ડમાં રાખવા કોર્પોરેશન દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. અમદાવાદમાં હોસ્પિટલની જગ્યાએ આઈસોલેશન સેન્ટર ઉભા કરવામાં આવે તેવી માગ વધી છે.

મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં ઉત્તરાયણ બાદ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. અમદાવાદમાં ટેસ્ટિંગ ડોમ બહાર કોરોના ટેસ્ટ માટે લોકોની કતારો લાગે છે. સવાર અને બપોરના સમયે વસ્ત્રાપુર, પ્રભાત ચોક અને ચાંદલોડિયા સહિત પશ્ચિમ વિસ્તારના મોટાભાગના ટેસ્ટિંગ ડોમ બહાર લોકોની લાઈનો લાગેલી જોવા મળે છે.

ખાસ કરીને ઉત્તરાયણ દરમિયાન લોકો બેદરકાર બનતાં શરદી-ખાંસી અને તાવના કેસ વધ્યા છે. મોટી સંખ્યામાં લોકો બિમાર પડતાં કોરોનાના ટેસ્ટિંગ ડોમ પર લોકોનો ધસારો જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં લોકો ટેસ્ટ કરાવવા પહોંચી રહ્યા છે.

આ પણ વાંચોઃ આપ’ના નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું, અમે જનતા માટે લડવા નીકળ્યા છીએ, જ્યારે મતદાન કરવા જાવ ત્યારે આ યાદ રાખજો

આ પણ વાંચોઃ પાટીદારોના સંગઠન SPGમાં પડ્યા ભાગલા, નારાજ હોદ્દેદારોએ નવી સમિતિ રચી, જાણો શું છે સમગ્ર વિવાદ

Next Video