Ahmedabad : ખેલ મહાકુંભ પૂર્વે સરદાર પટેલ સ્ટેડિયમની બહાર ભીડ ઉમટી, લોકો પીએમ મોદીનું સ્વાગત કરવા આતુર
12 માર્ચના રોજ વડાપ્રધાન મોદી ગુજરાત ખેલ મહાકુંભનો શુભારંભ કરાવવાના છે...જેના માટે રાજ્ય સરકાર દ્વારા તમામ તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે...અમદાવાદના નવરંગપુરામાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યુ છે...જ્યાં વડાપ્રધાન મોદીના હસ્તે ખેલ મહાકુંભનો શુભારંભ થશે
ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા પીએમ મોદી મોડી સાંજે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં ગુજરાત ખેલ મહાકુંભનો શુભારંભ કરાવવાના છે. જો કે આ દરમ્યાન પીએમ મોદીનો ઈન્દિરા બ્રિજથી લઈને સરદાર પટેલ સ્ટેડિયમ સુધી રોડ શો ચાલી રહ્યો છે. તેમજ આ સમગ્ર રુટમાં 16 સ્થળોએ તેમનું સ્વાગત થવાનું છે. જો કે સરદાર પટેલ સ્ટેડિયમ બહાર પર લોકો પીએમ મોદીના સ્વાગત માટે આતુર છે. તેમજ સ્ટેડિયમ બહાર પર લોકો મોટી સંખ્યામાં હાજર છે. જેમાં ભાજપના પદાધિકારીઓ અને વહીવટી તંત્ર દ્વારા મોદીના રોડ-શોને લઈ તમામ તૈયારીઓ કરવામાં આવી છે. આ ઉપરાંત સુરક્ષાનો પણ લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જયારે સ્ટેડિયમાં પણ ખેલ મહાકુંભના શુભારંભને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
ખેલ મહાકુંભ સૌ ખેલાડી માટે દિવાળીના તહેવાર જેવો તહેવાર
12 માર્ચના રોજ વડાપ્રધાન મોદી ગુજરાત ખેલ મહાકુંભનો શુભારંભ કરાવવાના છે.જેના માટે રાજ્ય સરકાર દ્વારા તમામ તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.અમદાવાદના નવરંગપુરામાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યુ છે.જ્યાં વડાપ્રધાન મોદીના હસ્તે ખેલ મહાકુંભનો શુભારંભ થશે.ખેલ મહાકુંભની તૈયારીઓને રમતગતમ પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું, ખેલ મહાકુંભ એ સૌ ખેલાડી માટે દિવાળીના તહેવાર જેવો તહેવાર છે..અત્યાર સુધીમાં લગભગ 41 લાખ જેટલા રમતવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું.તેમણે કહ્યું કે- રમતગમતને પ્રોત્સાહન આપવા માટે આગામી સમયમાં રાજ્ય સરકાર સ્પોર્ટ્સ પોલિસી લાવી રહી છે…જેના કારણે સ્પોર્ટ્સ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માગતા યુવાનોને સારું પ્લેટફોર્મ મળી રહેશે
આ પણ વાંચો : Surat: વરાછામા એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો
આ પણ વાંચો : Jamnagar: જય રણછોડ, માખણચોરના નાદ સાથે લાખો ભકતો પદયાત્રા કરી દ્વારકા પહોંચશે