અમદાવાદના શાહિબાગ પોસ્ટ ઓફિસથી પકડાયેલા વિદેશી ડ્રગ્સ કેસમાં મહત્વનો ખુલાસો થયો છે. નવરાત્રી અને દિવાળી સમયે વિદેશી ડ્રગ્સની ડિમાન્ડ વધુ હોવાનો ખુલાસો થયો છે. સાયબર ક્રાઈમની તપાસમાં આ તમામ મહત્વની વિગતો બહાર આવી છે. અમદાવાદના ત્રણ, સુરતના અને વડોદરાના એક-એક સહિત 5 ડ્રગ્સ માફિયાની ઓળખ પણ કરવામાં આવી છે. વિદેશી ડ્રગ્સની ડિલિવરી કરનાર રશિયન નાગરિકની ઓળખ કરવામાં આવી છે. રશિયન નાગરિક પકડાયા બાદ ડ્રગ્સ કેસમાં હજી પણ મોટા ખુલાસા થઈ શકે છે.
આ પણ વાંચો : સિંહનું મુખોટું પહેરી ATM મશીનમાં ચોરી કરવાના ઇરાદે પહોંચ્યો ચોર અને પછી જે થયું તે જુઓ Video
ખોટા સરનામા અને મોબાઈલ નંબર લખી કુરિયર મારફતે આ વિદેશી ડ્રગ્સ મોકલાતું હતું. પાર્સલની ડિલિવરમાં ઓવર નાઈટ કે ઓવર ડેનું ઓપ્શન સિલેક્ટ કરાતું હતું. પાર્સલનું ટ્રેકિંગ થતું અને કુરિયર બોયનો નંબર દેખાતો હતો. કુરિયર બોયને કોલ કરી અન્ય જગ્યાએ ડ્રગ્સ વાળું પાર્સલ મેળવી લેવામાં આવતું હતું. મહત્વનુ છે કે ડ્રગ્સનો કાચો જથ્થો મંગાવી ડ્રગ્સના પેકેટ તૈયાર કરવામાં આવતા હોવાનું પણ સામે આવ્યું છે.