Breaking News: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો ‘મોટો નિર્ણય’ ! શહેરમાં 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ, બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓની ખેર નહીં

Breaking News: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો ‘મોટો નિર્ણય’ ! શહેરમાં 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ, બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓની ખેર નહીં

| Updated on: Sep 29, 2026 | 7:00 PM

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનાખોરી પર અંકુશ લાવવા ચાર નવા ડિટેક્શન યુનિટ્સ બનાવ્યા છે. વટવા અને ઓઢવમાં બે યુનિટ કાર્યરત થયા છે, જ્યારે ચાંદખેડા અને બોડકદેવમાં ટૂંક સમયમાં શરૂ થશે. આ પહેલથી ક્રાઇમ બ્રાન્ચની ફિલ્ડ પ્રેઝન્સ વધશે, ગંભીર ગુનાઓમાં ઝડપી કાર્યવાહી થશે અને બુટલેગર, જુગારી, ડ્રગ્સના આરોપીઓ પર બાજ નજર રાખવામાં આવશે.

અમદાવાદ શહેરમાં વધતી વસ્તી અને ગુનાખોરીને નિયંત્રિત કરવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતના નિર્ણય અનુસાર, ક્રાઇમ બ્રાન્ચના ચાર નવા ડિટેક્શન યુનિટ્સ બનાવવામાં આવ્યા છે.

આમાંથી વટવા અને ઓઢવ ખાતેના બે યુનિટ્સે કાર્યરત કરી દેવામાં આવ્યા છે, જ્યારે ચાંદખેડા અને બોડકદેવમાં આગામી સમયમાં વધુ બે યુનિટ્સ શરૂ કરવામાં આવશે. આ નવા યુનિટ્સનો મુખ્ય હેતુ ક્રાઇમ બ્રાન્ચની ફિલ્ડ પ્રેઝન્સને વધુ મજબૂત બનાવવાનો અને ગુનાઓની તપાસમાં ઝડપ લાવવાનો છે.

દરેક યુનિટમાં 10 જવાનોની ટીમ

ગાયકવાડ હવેલી સ્થિત મુખ્ય ક્રાઇમ બ્રાન્ચથી શહેરના છેવાડાના વિસ્તારોમાં પહોંચતા લાગતો સમય ઘટાડવા માટે આ યુનિટ્સને ડીસેન્ટ્રલાઇઝ કરવામાં આવ્યા છે. દરેક યુનિટમાં ઇન્સ્પેક્ટર, સબ-ઇન્સ્પેક્ટર અને લગભગ દસ જવાનોની ટીમ તૈનાત રહેશે.

અસામાજિક તત્વોની હવે ખેર નહી

આ ટીમો દ્વારા નિયમિત પેટ્રોલિંગ, સ્થાનિક બાતમીનું સંકલન અને અસામાજિક તત્વો પર સતત નજર રાખવામાં આવશે. ખાસ કરીને બુટલેગરો, જુગારીઓ અને ડ્રગ્સ સાથે સંકળાયેલા આરોપીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગંભીર ગુનાઓમાં આ યુનિટ્સ ક્વિક રિસ્પોન્સ મોડમાં ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરશે અને ગુનાહિત નેટવર્ક વિશે માહિતી એકત્રિત કરશે, જેથી શહેરની સુરક્ષા વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે.

Breaking News: કલોલની આનંદ પાર્ક સોસાયટીમાં ગંદા પાણીનો ત્રાસ, તંત્ર ઘોર નિદ્રામાં ને રહીશો રોગચાળાના ભય હેઠળ – જુઓ Video

Published on: Sep 29, 2026 06:49 PM
Follow Us
Loading...
Unable to load recommendations.