Ahmedabad: AMTS અને BRTS બસોમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા, 50 ટકા ક્ષમતા સાથે ચલાવવાનો છે નિર્ણય

|

Jan 07, 2022 | 3:28 PM

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય અને નાગરિકોને અવર જવર માટે અગવડ પણ ન પડે તે માટે તંત્ર દ્વારા 50 ટકા ક્ષમતા સાથે AMTS અને BRTS બસને ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત (Gujarat)માં કોરોના સંક્રમણ વધતુ જઈ રહ્યુ છે. ખાસ કરીને ગુજરાતના અમદાવાદ (Ahmedabad) શહેરમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. જેથી કોરોના (Corona case) સંક્રમણ ન વધે તે માટે અમદાવાદમાં તંત્રએ AMTS અને BRTS બસને 50 ટકા ક્ષમતા સાથે ચલાવવાનો નિર્ણય લીધો છે. જો કે અમદાવાદની બસોમાં કોરોનાના આ નિયમના ધજાગરા જોવા મળી રહ્યા છે.

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય અને નાગરિકોને અવર જવર માટે અગવડ પણ ન પડે તે માટે તંત્ર દ્વારા 50 ટકા ક્ષમતા સાથે AMTS અને BRTS બસને ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ બસોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. મોટાભાગની બસમાં સીટ ફૂલ જોવા મળે છે. સોશિયલ ડિસ્ટન્સના નિયમોના પણ ધજાગરા જોવા મળે છે.

અમદાવાદમાં BRTS સ્ટેશન બહાર પણ મુસાફરોની લાંબી લાઈન જોવા મળે છે. ટીવી9 ગુજરાતીએ નેશનલ હાઈવે નંબર 8 પર આવેલા જશોદા નગર બીઆરટીએસ સ્ટેશનની મુલાકાત લીધી, ત્યારે સ્ટેશન બહાર મોટી સંખ્યામાં લોકો એકઠાં થયા હતા.

અહીં હાજર અધિકારી BRTS સ્ટેશનમાં માત્ર બે જ લોકોને પ્રવેશ આપી રહ્યા છે. સાથે જ હાજર અધિકારીએ જણાવ્યું હતું કે, સાંજે સાડા આઠ વાગ્યા પછી ટિકિટ બંધ કરી દેવાની તેમને સૂચના મળી છે. જો કે આ સૂચના તેમને કોણે આપી તે અધિકારીને પણ ખબર ન હતી.

મહત્વનું છે કે 6 જાન્યુઆરીએ 4,213 નવા કેસ નોધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 1,835 નવા કેસ નોંધાયા છે. તો આ સાથે જ રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 14 હજારને પાર એટલે કે 14,346 પર પહોંચ્યો છે.

આ પણ વાંચો-

ગાંધીનગર : સીએમના અધ્યક્ષસ્થાને રાજયમાં કોરોના સ્થિતિની સમીક્ષા થઇ, હોમ આઇસોલેશન દર્દીનું સતત મોનિટરિંગ કરવા આદેશ

આ પણ વાંચો-

Ahmedabad : કોરોના સંક્રમણને પગલે સોમવારથી હાઇકોર્ટ વર્ચ્યુઅલ મોડમાં ચાલશે

Next Video