Ahmedabad: નજીવા વરસાદમાં એક બાદ એક તંત્રની પોલ ખોલતી ઘટનાઓ બની છે. ઠેર ઠેર પાણી ભરાવા સાથે ભુવા પાડવાના બનાવો સામે આવ્યા છે. ભુવા પાડવાની આવી જ ઘટના દાણીલીમડામાં બની છે. દાણીલીમડાથી કાંકરિયા જવાના રૂટ પર ભુવો પડ્યો છે. વૈકુંઠ ધામ BRTS બસ સ્ટેન્ડ પાસે ભૂવો પડવાની ઘટના બની હતી. પહેલા જ વરસાદે કહેર વરતાવ્યો હતો ઠેર ઠેર પાણી ભરાયા હતા. મહત્વનુ છે કે કમોસમી વરસાદમાં જ શહેરમાં 4 જેટલા ભુવા પડ્યા હોવાની ઘટના સામે આવી છે. જેને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રિમોન્સૂનના દાવા પોકળ સાબિત થયા છે.
આ પણ વાંચો : બનાસકાંઠા જિલ્લામાં ભારે પવનના કારણે મંડપ ઉડ્યો, મહેમાનોએ મંડપને પકડી રાખ્યો, જુઓ Video
સામાન્ય વરસાદમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા હોવાના બનાવો સામે આવ્યા હતા. પાલિકાએ પ્રિ મોન્સૂન કામગીરી કરી હોવાના દવાઓ કર્યા છે. તેમ છ્તા અમદાવાદમાં એવી પરિસ્થિતિ છે કે એક કલાકમાં એક ઇંચ વરસાદ પડે તો પણ શહેરમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જાય છે. ત્રણ વખત ડ્રેનેજ તેમજ સ્ટ્રોંમ વોટર લાઈન સફાઈ થઈ હોવાના દાવા તંત્ર દ્વારા કરવામાં આવ્યા હતા જે તમામ દાવા પોકળ સાબિત થયા છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 4:40 pm, Tue, 30 May 23