Ahmedabad : સાગરદાણ કૌભાંડમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી વિરુદ્ધ વિશેષ અદાલતમાં ચાર્જશીટ દાખલ

|

Apr 12, 2022 | 10:47 PM

2013માં મહારાષ્ટ્રને સાગરદાણ મોકલી 22.50 કરોડનું નુકસાન આચર્યું હતું. આ કેસમાં ખાસ સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટ મારફતે અમદાવાદની ખાસ કોર્ટમાં વિપુલ ચૌધરી(Vipul Chaudhary , નીશિથ બક્ષી સહિત અન્યો સામે ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસમાં મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે. આ કેસ હવે સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ રોજ ચાલશે.

મહેસાણાની(Mehsana)  દૂધસાગર ડેરીના(Dudhsagar Dairy) સાગરદાણ કૌભાંડમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી(Vipul Chaudhary) સામે 22 હજાર પાનાની ચાર્જશીટ દાખલ થઈ છે. જેને લઈને કોર્ટે તમામ આરોપીને નોટીસ ફટકારી છે. ઉલ્લેખનીય છે કે, 2013માં મહારાષ્ટ્રને સાગરદાણ મોકલી 22.50 કરોડનું નુકસાન કરાવ્યું હોવાનો આરોપ છે. આ કેસમાં અમદાવાદની ખાસ કોર્ટમાં વિપુલ ચૌધરી, નીશિથ બક્ષી સહિત અન્યો સામે ચાર્જશીટ દાખલ કરાઈ છે..મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. ચાર્જશીટ દાખલ થતાં વિપુલ ચૌધરીની મુશ્કેલી વધી છે. આ કેસની વધુ સુનાવણી 15 એપ્રિલે થશે.

ઉલ્લેખનીય છે કે, મહેસાણાની દૂધસાગર ડેરીના સાગરદાણ કૌભાંડમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 21 હજાર પાનાની ચાર્જશીટ દાખલ થઈ હતી. CID ક્રાઈમની ચાર્જશીટમાં 2200 સાક્ષી દર્શાવવામાં આવ્યા છે. તો પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી પર 5 કરોડની ઉચાપત કરી હોવાનો ઉલ્લેખ છે. 2013માં મહારાષ્ટ્રને સાગરદાણ મોકલી 22.50 કરોડનું નુકસાન આચર્યું હતું. આ કેસમાં ખાસ સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટ મારફતે અમદાવાદની ખાસ કોર્ટમાં વિપુલ ચૌધરી, નીશિથ બક્ષી સહિત અન્યો સામે ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસમાં મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે. આ કેસ હવે સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ રોજ ચાલશે.

આ પણ વાંચો :  સુરતમાં ભાગીદારી પેઢીના વેરીફીકેશન માટે આવેલાં સુપ્રિટેન્ડન્ટ અને ઇન્સ્પેકટર લાંચ લેતાં ઝડપાયા

આ પણ વાંચો :  Rajkot: વ્યાજખોરીનું દૂષણ ડામવા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે હેલ્પલાઈન નંબર શરૂ કર્યો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Video