ગુજરાતમાં(Gujarat)યુવાનો સરકારી નોકરી મેળવવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે. જો કે આ દરમ્યાન સરકાર દ્વારા સરકારી નોકરીની જાહેરાતો અને ફોર્મ ભરવાની પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવી છે. તેવા સમયે રાજ્ય સરકાર દ્વારા વર્ષોથી ઓજસ(OJAS)વેબસાઇટના માધ્યમથી સરકારી નોકરીઓના ફોર્મ ભરવામાં આવે છે. જો કે સરકારે હાલમાં તલાટી(Talati) કમ મંત્રીની ખાલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડી છે. તેમજ તેના ફોર્મ પણ ઓનલાઇન ભરવાના છે. પરંતુ તલાટીના ફોર્મ ભરવા માટે ઓજસ વેબસાઈટ ઠપ થઈ જતા અમદાવાદમાં ઉમેદવારો પરેશાન થયા છે. જેમાં છેલ્લા ત્રણ દિવસથી ફોર્મ નહી ભરાતા ઉમેદવારો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ઓજસ વેબસાઈટના સર્વરમાં ટેક્નિકલ ખામીને કારણે ફોર્મ સબમિટ થતા નથી.
જ્યારે 15 ફેબ્રુઆરી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી હજારો ઉમેદવારો ફોર્મ ભરવાથી વંચિત રહેવાની શક્યતા છે. તેથી આ ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવે તેવી ઉમેદવારોની સરકાર પાસે માંગ છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે રાજયમાં ફરીથી તલાટીની ભરતીની જાહેરાત બહાર પાડી છે. જેના પગલે મોટી સંખ્યામાં યુવકો ઉમેદવારી નોંધાવી રહ્યા છે. તલાટી કમ મંત્રીની ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ તેને માંડ એક સપ્તાહ જેટલો સમય થયો છે, ત્યારે રાજ્યભરમાંથી અધધધ કહી શકાય એટલા 8 લાખ 50 હજાર જેટલા ફોર્મ ભરાઈ ચૂક્યા છે.
તલાટીની ભરતી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે. 15 ફેબ્રુઆરી સુધી વધુ 2 લાખ એટલે કે કુલ 10 લાખ ફોર્મ ભરાવવાની સંભાવના સેવાઈ રહી છે. તલાટી કમ મંત્રીની ભરતી માટે 3,437 જગ્યાઓ બહાર પડી છે, તેની સામે હાલ પર્યત સાડા આઠ લાખ ઉમેદવારો અરજી કરી ચૂક્યા છે.
આ પણ વાંચો : વડોદરામાં ચાલતી શહેરી બસ સેવાની વ્યવસ્થામાં અગડમ-બગડમ, શું સીટી બસ સેવા કરી રહી છે ખોટ ?
આ પણ વાંચો : Ahmedabad: સતત ચોથા દિવસે ત્રણ બિલ્ડર ગ્રુપ પર ઈન્કમ ટેક્સનું સર્ચ ઓપરેશન ચાલુ
Published On - 4:38 pm, Sun, 13 February 22