Ahmedabad: અમદાવાદ કેલોરેક્ષ સ્કૂલમાં નમાઝ વિવાદ, ધાર્મિક લાગણી દુભાય તેવી પ્રવૃતિ ન કરાવવા શાળાને કરાઈ તાકીદ, જુઓ Video
અમદાવાદ કેલોરેક્ષ સ્કૂલમાં નમાઝ વિવાદના મુદે શાળા પર DEO ઓફિસના અધિકારીએ પહોંચી તપાસ કરી. શાળા સંચાલકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ધાર્મિક લાગણી દુભાય તેવું કોઈ પણ કરી શાળામાં નહીં કરવું. જોકે આ બાદ આચાર્ય દ્વારા પણ સમગ્ર મામલે સ્પષ્ટતા કરવાં આવી અને કહ્યું કે સ્કૂલનો કોઈ સ્પષ્ટ ઈરાદો ન હતો.
અમદાવાદ ઘાટલોડિયાની કેલોરેક્ષ સ્કૂલમાં નમાઝ અદા કરવા મામલે તપાસના આદેશ અપાયા છે. શિક્ષણ વિભાગ તરફથી કેલોરેક્સ ફ્યુચર સ્કૂલમાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. શિક્ષણાધિકારીએ તપાસ બાદ પ્રાથમિક રિપોર્ટ પણ તૈયાર કર્યો છે. પ્રાથમિક અહેવાલમાં સ્કૂલનો કોઈ સ્પષ્ટ ઈરાદો ન હોય તેવું જણાયું છે, તેવું DEO દ્વારા જણાવવામાં આવ્યું.
ધાર્મિક લાગણી દુભાય તેવી પ્રવૃતિ ન કરાવવા DEO દ્વારા શાળાને તાકીદ કરાઈ. સંચાલક મંડળને સંબંધિત જવાબદારો સામે કાર્યવાહી કરવા જણાવાશે તેવું પણ DEO દ્વારા જણાવવામાં આવ્યું હતું. મહત્વનુ છે કે અગાઉ નમાઝનો વીડિયો વાયરલ થતા હિંદુ સંગઠનોએ પણ વિરોધ નોંધાવ્યો હતો. વાલીઓ અને હિંદુ સંગઠનોએ શાળામાં પહોંચી વિરોધ કર્યો. તો ABVPના કાર્યકરોએ નમાઝ પઢાવનારા શિક્ષકને બેરહેમીથી માર માર્યો હતો.
આ સમગ્ર વિવાદને પગલે શાળા તંત્ર દ્વારા નમાઝના કાર્યક્રમ બદલ માફીનામુ પણ જાહેર કરવામાં આવ્યુ હતું અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન નહીં થાય તેવી શાળા દ્વારા બાંહેધરી આપવામાં આવી છે. DEO દ્વારા પણ આખરે આ અંગે રિપોર્ટ રજૂ કરાયો છે.