AHMEDABAD : અમદાવાદમાં ગ્રાહક તકરાર નિવારણ આયોગનો આદેશ હોવા છતાં પણ બ્રાન્ડ ફેક્ટરીએ ફરિયાદીને વળતર ચૂકવ્યું ન હોવાની રાવ ઉઠી છે. શહેરમાં એક વ્યક્તિએ બ્રાન્ડ ફેક્ટરીમાંથી અઢી હજાર રૂપિયાની ખરીદી કરી, જેમાં તેને આપવામાં આવેલી કેરી બેગના અલગથી 10 રૂપિયા ચાર્જ લેવામાં આવ્યો હતો. જે બાદ આ વ્યક્તિએ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ કરી હતી.જે બાદ ગ્રાહક સુરક્ષા કોર્ટે ગ્રાહકને દસ રૂપિયાની થેલીના ચાર અને તેનું આઠ ટકા વ્યાજ સહિત હેરાનગતિના રૂપિયા 1 હજાર અને ખર્ચ પેટે રૂપિયા 500 ચૂકવવા આદેશ કર્યો હતો.
પરંતુ આ આદેશની અવગણના કરી બ્રાન્ડ ફેક્ટરીએ તે વ્યક્તિને વળતર ચુક્વ્યું ન હતું. વિક્રેતાએ ગ્રાહક ફોરમમાં દલીલ કરી હતી કે ગ્રાહકોને કેરી બેગ ખરીદવાની ફરજ પાડવામાં આવતી નથી. કેરી બેગ મફતમાં આવતી નથી, તેથી તેનો ચાર્જ લેવામાં આવે છે. આ અંગે ગ્રાહકોને જાગૃત કરવા માટે કેશ કાઉન્ટર પર નોટિસ મુકવામાં આવી છે. આ માટે, ફરિયાદીના વકીલે રજૂઆત કરી હતી કે જ્યારે ખરીદી કરવામાં આવી ત્યારે નોટિસ ત્યાં ન હતી અને તે પછીથી પોસ્ટ કરવામાં આવી હશે.
હાલ આ વ્યક્તિએ આયોગના આદેશની અવગણવા કરવા બદલ બ્રાન્ડ ફેક્ટરી સામે વધુ એક અરજી કરી છે.મહત્વનું છે કે કોર્ટના આદેશનો ઈનકાર કરવા બદલ બ્રાન્ડ ફેકટરી સામે કોઈ પણ કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.
આ પણ વાંચો : AHMEDABAD : એક જ અઠવાડિયામાં લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબિશનની 5 ફરિયાદ
આ પણ વાંચો : AHMEDABAD : કલેકટરે 24 પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કર્યા