હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં હીટવેવની કરી આગાહી, રાત્રી દરમિયાન ગરમીમાં થઈ શકે છે વધારો, જુઓ વીડિયો

|

Mar 29, 2024 | 4:38 PM

હવામાન વિભાગ વધુ એક વાર કાળઝાળ ગરમીની આગાહી કરી છે. રાજ્યમાં સૌથી વધુ ગરમ રાતને લઈને પણ હવામાન વિભાગે ચેતવણી આપી છે. અમદાવાદ, બનાસકાંઠા, આણંદ, વડોદરામાં રાત્રિ દરમિયાન ગરમીની આગાહી કરી છે.

હવામાન વિભાગ વધુ એક વાર કાળઝાળ ગરમીની આગાહી કરી છે. રાજ્યમાં સૌથી વધુ ગરમ રાતને લઈને પણ હવામાન વિભાગે ચેતવણી આપી છે. અમદાવાદ, બનાસકાંઠા, આણંદ, વડોદરામાં રાત્રિ દરમિયાન ગરમીની આગાહી કરી છે. ત્યારે આગામી દિવસોમાં ન્યૂનતમ તાપમાન સામાન્ય કરતાં 4-5 ડિગ્રી વધુ ગરમી લાગે તેવી સંભાવના વ્યક્ત કરી છે. ગરમીને કારણે રાજ્યમાં બફારો થઈ શકે છે.

ક્યાં કેટલુ તાપમાન નોંધાયું

રાજ્યમાં કાળઝાળ ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. ત્યારે આગામી 5 દિવસ રાજ્યમાં ગરમીનો પારો ઉપર જશે.અમરેલી અને સુરેન્દ્રનગરમાં તાપમાન 40 ડિગ્રી પહોંચ્યુ છે. અમદાવાદમાં પણ તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો. તેમજ ગાંધીનગર અને ખેડામાં 39 ડિગ્રી, રાજકોટમાં પણ 39 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. કચ્છ અને ડીસામાં પણ તાપમાનનો પારો 39 ડિગ્રી નોંધાયુ છે. એટલુ જ નહીં રાજકોટમાં ગરમીના પગલે છેલ્લા 48 કલાકમાં 44 લોકોને હીટવેવની અસર થઈ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video