VADODARA : કોરોનાના વધતા કેસ વચ્ચે તંત્રની વધુ એક બેદરકારી, જાણો શું છે સમગ્ર મામલો

Vadodara news : વડોદરા શહેરમાં રેપીડ ટેસ્ટ માટે એક પણ ટેસ્ટીંગ ડોમ ઉભો કરવામાં આવ્યો નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2022 | 3:59 PM

આજે 2 જાન્યુઆરીએ રવિવાર હોવાથી અર્બન હેલ્થ સેન્ટર પર કોરોનાના રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવાની કામગીરી બંધ છે.

VADODARA : રાજ્યમાં કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે વડોદરામાં તંત્રની વધુ એક બેદરકારી સામે આવી છે. વડોદરા શહેરમાં અર્બન હેલ્થ સેન્ટર પર કોરોનાના રેપીડ એન્ટીજન ટેસ્ટ (RAT)કરવામાં આવી રહ્યાં છે, પરંતુ આજે 2 જાન્યુઆરીએ રવિવાર હોવાથી અર્બન હેલ્થ સેન્ટર પર કોરોનાના રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવાની કામગીરી બંધ છે. આ ઉપરાંત શહેરમાં રેપીડ ટેસ્ટ માટે એક પણ ટેસ્ટીંગ ડોમ ઉભો કરવામાં આવ્યો નથી.

એક દિવસ પહેલા જ વડોદરા તંત્રની બેદરકારી સામે આવી હતી. કોરોનાના કેસો વધતા સરકાર દ્વારા કેટલાક નિયમો કડક કરવામાં આવ્યાં.ત્યારે ગઈકાલથી જ કોઇ પણ સરકારી કચેરીમાં પ્રવેશતા પહેલા વેક્સિનના બંને ડોઝ ફરજિયાત કરાયા છે.બંને ડોઝ નહીં લીધા હોય તેવા વ્યક્તિને પ્રવેશ આપવામાં નહીં આવે.

ત્યારે વડોદરામાં સરકારી કચેરીઓમાં ગાઇડલાઇન હોવા છતાં નિયમોની ઐસીતૈસી કરતા દ્રશ્યો જોવા મળ્યાં હતા. કુબેર ભવનમાં સરકારી નિયમો માત્ર કાગળ પર હોય તેમ કોઈ પણ પ્રકારની રોકટોક વિના કચેરીમાં લોકો અંદર પ્રવેશી રહ્યાં હતા.એટલું જ નહીં વેક્સિનના બંને ડોઝ લીધા છે કે નહીં તેની કોઈ તપાસ કરતું ન હતું.

ઉલ્લેખનીય છે કે 31 ડિસેમ્બરે જ રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે જાહેરાત કરી છે કે 1 જાન્યુઆરીથી ગાંધીનગરમાં સચિવાલય અને સ્વર્ણીમ સંકુલમાં મુલાકાતીઓ માટે કોરોના રસીના બે ડોઝનું રસી સર્ટીફિકેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. સચિવાલય, સ્વર્ણિમ સંકુલમાં મુલાકાતીઓના પ્રવેશપત્ર ત્યારે જ બનશે જો વેક્સિનના બે ડોઝ લીધા હશે. આ ઉપરાંત રાજ્યની તમામ સરકારી, અર્ધ સરકારી કચેરીઓમાં તથા ઉપક્રમોમાં પ્રવેશ માટે પણ કોવિડ રસીકરણ અંગેનું પ્રમાણપત્ર ફરજિયાત કરાયું છે.

આ પણ વાંચો : Corona: ગુજરાતમાં આગામી 30 દિવસમાં સ્થિતિ વધુ ચિંતાજનક થશે, AHNAએ આપી ચેતવણી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">