Ahmedabad : ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ નિષ્ફળ, પોલીસે તપાસ શરૂ કરી

|

Feb 22, 2022 | 8:25 PM

અમદાવાદના મોરૈયાથી મટોડા વચ્ચે ટ્રેનને ઉથલાવવાનો  પ્રયાસ કરવામાં આવ્યો છે. આ બંને રેલવે સ્ટેશન વચ્ચે 286 જેટલા એન્કર ERC ઉખાડી નાખ્યા હતા. આયોજન પૂર્વક આ કાવતરૂ ઘડવામાં આવ્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે.

અમદાવાદમાં(Ahmedabad) એક ટ્રેન(Train) ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં મોરૈયાથી મટોડા વચ્ચે ટ્રેનને ઉથલાવવાનો(Overturn)  પ્રયાસ કરવામાં આવ્યો છે. આ બંને રેલવે સ્ટેશન વચ્ચે 286 જેટલા એન્કર ERC ઉખાડી નાખ્યા હતા. આયોજન પૂર્વક આ કાવતરૂ ઘડવામાં આવ્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે. આ સમગ્ર મામલે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે પણ તપાસ આરંભી છે, જ્યારે રેલવે પોલીસે પણ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. તેમજ જે વિસ્તાર વચ્ચે આ કૃત્ય કરવામાં આવ્યું છે તેની આસપાસ રેલવે ટ્રેકની સુરક્ષા વ્યવસ્થા વધારવા આવી છે. તેમજ તપાસ પણ હાથ ધરવામાં આવી છે.

આ ઉપરાંત રેલવે પોલીસને  આસપાસની ઝાડીઓમાંથી પાટા પરથી દૂર કરવામાં આવેલા એન્કર મળી આવ્યા હતા. તેમજ તેના પગલે સમગ્ર  મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Surat : ગ્રીષ્માના કોલેજમાં છેલ્લી હાજરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

આ પણ વાંચો : Bhavnagar: કચરો ઉઠાવનાર વાહનચાલકોની મનમાનીનો અંત આવશે, મહાનગરપાલિકાએ આ ઉપાય શોધી કાઢ્યો

Published On - 8:19 pm, Tue, 22 February 22

Next Video