ગોધરામાંથી પાકિસ્તાનના સતત સંપર્કમાં રહેનારા 4 લોકોની અટકાયત, શકમંદોની પુછપરછ હાથ ધરાઇ, જુઓ વીડિયો

|

Dec 07, 2023 | 3:58 PM

આજે વહેલી સવારે પંચમહાલ જિલ્લાના ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં ગુજરાત ATSએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ. ગોધરા LCB અને SOG ટીમને સાથે રાખીને ATSએ આ સર્ચ ઓપરેશન કર્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન ATSએ એક દંપતી સહિત 4 શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે

આજે વહેલી સવારે પંચમહાલ જિલ્લાના ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં ગુજરાત ATSએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ. ગોધરા LCB અને SOG ટીમને સાથે રાખીને ATSએ આ સર્ચ ઓપરેશન કર્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન ATSએ એક દંપતી સહિત 4 શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે અને તેમને અમદાવાદ લાવવામાં આવ્યા છે. અમદાવાદ લાવ્યા બાદ આ તમામની કડક પૂછપરછ શરુ કરાઇ છે.

રાઉન્ડ અપ કરાયેલા 4 વ્યક્તિઓની પુછપરછ

પાકિસ્તાન અને ISIS કનેક્શન સંદર્ભે ગુજરાત ATSએ ઓપરેશન હાથ ધર્યુ છે, ત્યારે રાઉન્ડ અપ કરાયેલા 4 વ્યક્તિઓની અમદાવાદ ATS ખાતે પૂછપરછ કરવામાં આવી રહી છે. શકમંદોના બેન્ક તેમજ સોશિયલ મીડિયા અકાઉન્ટની તપાસ કરાઇ રહી છે. પાસપોર્ટની વિગતો અંગે પણ ચકાસણી કરાઇ રહી છે.

ચારેય લોકોના પાકિસ્તાન સાથે સંપર્ક હોવાનો શક

કેન્દ્રીય એજન્સી તરફથી મળેલા ઇનપુટના આધારે ગુજરાત ATSએ આજે વહેલી સવારે ગોધરા પોલીસને સાથે રાખીને ગોધરા શહેરના જુદા જુદા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ.સૂત્રોએ આપેલી માહિતી અનુસાર ચોક્કસ ઘરોમાં તપાસ કરવામાં આવી હતી અને ચાર લોકોની પુછપરછ હાથ ધરવામાં આવી હતી.જેમાં એક દંપતીનો પણ સમાવેશ થાય છે.સૂત્રોના જણાવ્યા અનુસાર આ ચારેય લોકોના પાકિસ્તાન સાથે સંપર્ક હોવાના કારણે પુછપરછ કરવામાં આવી રહી છે. આ તમામનું ISIS કનેક્શન સામે આવી રહ્યુ છે.

આ પણ વાંચો- ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ગાંધીનગર ડેપોની લીધી સરપ્રાઇઝ વિઝીટ, સ્વચ્છતા અંગે કરી સમીક્ષા, જુઓ વીડિયો

ગેઝેટ્સ પણ જપ્ત કરવામાં આવ્યા

ગુજરાત ATS દ્વારા અટકાયત કરવામાં આવેલા લોકોના મોબાઇલ સહિતના ગેઝેટ્સ પણ જપ્ત કરવામાં આવ્યા છે.તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટની પણ તપાસ કરવામાં આવી રહી છે. દંપત્તીના બેંક અકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે.તેઓ પાકિસ્તાન ગયા હોવાની પણ માહિતી પ્રાપ્ત થઇ રહી છે. તેઓ કેટલાક શંકાસ્પદ લોકોના સંપર્કમાં હોવાની પણ માહિતી છે.આ તમામની પુછપરછમાં મોટા ખુલાસ થઇ શકે છે.

(ઇનપુટ- યુનુસ ગાઝી)

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:56 pm, Thu, 7 December 23

Next Video