Ahmedabad : ફિલ્મી ઢબે થયેલી લૂંટના આરોપીઓ ઝડપાયા, આંગડિયા પેઢીના કર્મચારી પર કર્યું હતું ફાયરિંગ

|

Jan 10, 2022 | 11:03 PM

અમદાવાદમાં આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટીને ભાગેલા તમામ આરોપીઓ ઝડપાઈ ગયા છે. આ આરોપીઓ પાસે 7 કિલો ચાંદી અને સાડા સાત લાખ રોકડ હોવાની માહિતી છે

અમદાવાદના(Ahmedabad) ઈન્કમટેક્સ પાસે આવેલી હોટલ હયાત(Hotel Hayat) નજીકથી આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટીને(Loot) ફરાર થયા હતા. જેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના સમયમાં ઝડપી લીધા છે. અમદાવાદમાં આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટીને ભાગેલા તમામ આરોપીઓ ઝડપાઈ ગયા છે. આ આરોપીઓ પાસે 7 કિલો ચાંદી અને સાડા સાત લાખ રોકડ હોવાની માહિતી છે

આ લૂંટનો કોલ મળતા જ ક્રાઇમ બ્રાંચે ત્વરિત આરોપીઓને ઝડપી પાડ્યા હતા. અમદાવાદના સરદારનગર પાસેથી તમામ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા છે. અમદાવાદના આશ્રમ રોડ પર લુંટની માહિતી મળતા જ તમામ પોલીસ સ્ટેશનને એલર્ટ કરવામાં આવ્યા હતા. તેમજ અનેક સ્થળોએ નાકાબંધી પણ કરવામાં આવી હતી.

આ સમગ્ર ઘટનાની વિગતો મુજબ અમદાવાદના(Ahmedabad)ઈન્કમટેક્સ પાસે આવેલી હોટલ હયાત(Hotel Hayat)નજીકથી આંગડિયા પેઢીના કર્મચારીને પગે ગોળી મારીને લૂંટારૂઓ પાર્સલ ભરેલી બેગ હાથમાંથી લૂંટી નાસી છૂટ્યા હતા.લૂંટારૂઓએ આંગડિયા કર્મચારીઓને ડરાવવા એક રાઉન્ડ રોડ પર ફાયરિંગ(Firing)કર્યું અને બાદમાં બે રાઉન્ડ ફાયરિંગ આંગડિયા કર્મીના પગમાં કર્યું હતું. તેમજ લૂંટ વખતે આંગડિયા પેઢીના ત્રણ કર્મચારીઓ સાથે હતા

અમદાવાદના ઇન્કમટેક્સ બ્રિજ પાસે સમી સાંજે આગડીયા પેઢીના કર્મચારીઓને ત્રણ લૂંટારુઓ લૂંટ કરી ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા.. ત્રણ અલગ અલગ આંગડિયા પેઢી ના કર્મચારીઓ પૈકી એક કર્મચારી કે.અશ્વિન નામની આંગડીયા પેઢીના કર્મચારી પર ફાયરિંગ કરવામાં આવ્યું છે..જેમાં કર્મચારીને પગના ભાગે ગોળી વાગતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના 6097 કેસ નોંધાયા, બે વ્યકિતના મૃત્યુ, ઓમીક્રોનના 28 કેસ

આ પણ વાંચો :  ANAND : તબીબી આલમને શર્મશાર કરતી ઘટના, તબીબોના અમાનુષી વર્તનનો વીડિયો વાયરલ

Published On - 11:00 pm, Mon, 10 January 22

Next Video