આજનું હવામાન : રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં ગરમી વધવાની શક્યતા, જુઓ Video

| Updated on: Aug 21, 2024 | 9:43 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. આજે વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Today’s Weather : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. આજે વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એક સપ્તાહ બાદ રાજ્યમાં સારા વરસાદની સંભાવના છે.

હવામાન આગામી 7 ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. 26 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પવનની દિશાના કારણે ગરમીમાં વધારો થયો છે.

હાલ ઉત્તર પશ્ચિમી તરફથી પવન ફૂંકાઈ રહ્યાં છે. જો પશ્ચિમ- દક્ષિણી પવન હોય તો વરસાદી સિસ્ટમ બની શકે છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમી વધી છે. અમદાવાદમાં સતત બીજા દિવસે 36 ડિગ્રીથી વધુ તાપમાન રહે તેવી શક્યતા છે.