Ahmedabad: ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ યુનિટ બતાવી ધમધમતી હતી ફેક્ટરીઓ, AMCએ 463 એકમોના 181 કનેક્શન કાપ્યા, જુઓ Video

| Edited By: | Updated on: Jul 18, 2023 | 6:44 PM

અમદાવાદમાં કેમિકલ માફિયા સામે કાર્યવાહીનો મામલો સામે આવ્યો છે. AMCએ 463 એકમોના 181 કનેક્શન કાપ્યા છે. ઔદ્યોગિક એકમો દ્વારા સ્ટ્રોમ વૉટર લાઈનમાં કેમિકલ યુક્ત પાણી છોડાતુ હતુ.

AMC: અમદાવાદમાં કેમિકલ માફિયા સામે કાર્યવાહીના ભાગ રૂપે AMCએ 463 એકમોના 181 કનેક્શન કાપ્યા છે. ઔદ્યોગિક એકમો દ્વારા સ્ટ્રોમ વૉટર લાઈનમાં મિકલ યુક્ત પાણી છોડાતુ હતુ. ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ યુનિટ બતાવી ફેક્ટરીઓ ધમધમતી હતી. AMCની સાથે GPCB ટીમની ગેરહાજરીથી અનેક સવાલ ઉઠ્યા હતા.

આ પણ વાંચો : હોટેલના ભોજનમાંથી નીકળી ઈયળ, AMCએ 12 હજારનો ફટકાર્યો દંડ, જુઓ Video

GPCB દ્વારા ZLD પ્લાન્ટના નામે આડેધડ મંજૂરી આપી હોવાની ચર્ચા થઈ રહી છે. કામગીરીમાં GPCBની નિષ્ક્રિયતા ઉડીને આંખે વળગી જેને લઈ કેટલાક સાવલો ઉઠી રહ્યા છે. ડ્રેનેજ કનેક્શન કાપવા માટે AMC દ્વારા ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે.

ગેરકાયદે રીતે કેમિકલ યુકત પાણી નદીઓમાં છોડવામાં આવી રહ્યા છે. જોકે આ સમગ્ર બાબતમાં ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ યુનિટ બતાવી ફેક્ટરીઓ જે ધમધમતી હતી તેના પર તવાઈ બોલવાઈ છે. પરંતુ GPCB ની આ કાર્યવાહી માં હજારી દેખાતી નથી.

એકતરફ ગુજરાતને પ્રદૂષણમુક્ત બનાવવાના મોટા મોટા દાવા કરાઈ રહ્યા છે. બીજી તરફ લોકોના સ્વાસ્થ્યને હાની પહોંચાડે તે રીતે ફેક્ટરી- કારખાનાઓ પ્રદૂષણ ઓકી રહ્યા છે. તેમ છતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કોઈ કાર્યવાહી કરતું નથી.

માત્ર એક્શન અંડર પ્રોસેસના નામે બચાવ કરી રહ્યુ છે. ખુદ કેન્દ્રીય પર્યાવરણ વિભાગે એ વાતનો સ્વીકાર કર્યો છે કે ગુજરાતમાં 4606 એકમો એવા છે જે પર્યાવરણના નિયમોનો અમલ જ કરતા નથી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો