Ahmedabad : GLS યુનિવર્સિટીમા ABVPના કાર્યકર્તાઓ પર રેગિંગ કરવાનો આક્ષેપ, ઘટનાનો વિડીયો વાયરલ

|

Dec 23, 2021 | 7:01 PM

ABVPના નેતાઓ દ્વારા કોલેજ બહાર જ આવતા જતા વિદ્યાર્થીઓને જબરજસ્તી રોકીને કેસરી કલરનો ખેસ પહેરાવવામાં આવે છે અને જય શ્રી રામના નારા લગાવડવામાં આવી રહ્યા છે. આ મામલે કોલેજ દ્વારા પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી.

અમદાવાદની GLS યુનિવર્સિટીમાં abvpના કાર્યકર્તાઓ દ્વારા રેગિંગ કરવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓને ખેસ પહેરાવીને જય શ્રીરામ બોલવા મજબૂર કરવામાં આવ્યા હતા. ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. જેમાં ABVPના અશ્વિન વછેઠા , ચાહત ઠાકોર , વિકી ચૌહણ , દક્ષ સોની , લવ ચૌહણ વાઘેલા , હરદિપસિંહ અને 10 લોકો દ્વારા રેગિંગ કરાયુ હોવાનો આક્ષેપ છે. દાવો છે કે તક્ષક રાજવંશી નામનો યુવક NSUIનો છે.જેને ખેસ પહેરાવીને જય શ્રી રામ બોલવાની ફરજ પડાવવામાં આવી હતી.

ધૈર્ય ત્રિવેદી નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, હું ગેટ નંબર 7થી નીકળતો હતો ત્યારે દક્ષ સોની, અશ્વિન વછેઠા, રુદ્ર પટેલ, ચાહત ઠાકોર સહિતના લોકોએ મને કોલેજ બહાર રોકીને ગમછો પહેરાવ્યો, પોસ્ટર ફડાવ્યાં, નારા લગાવડાવ્યાં અને મારી ટીશર્ટ ખેંચીને મને દોડાવીને મારુ રેગિંગ કર્યું.

2 દિવસથી NSUI અને ABVP દ્વારા શક્તિ પ્રદર્શન રૂપ રેલી કરવામાં આવી રહી છે અને કોલેજોમાં વિવિધ કાર્યક્રમ થઈ રહ્યા છે. ત્યારે ABVP દ્વારા GLS યુનિવર્સિટીમાં મેમ્બરશિપ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, GLS યુનિવર્સિટીમાં ABVPનો સદસ્યતા અભિયાન કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં સ્વેચ્છાએ લોકોને ABVPમાં જોડવામાં આવી રહ્યા છે.

ABVPના નેતાઓ દ્વારા કોલેજ બહાર જ આવતા જતા વિદ્યાર્થીઓને જબરજસ્તી રોકીને કેસરી કલરનો ખેસ પહેરાવવામાં આવે છે અને જય શ્રી રામના નારા લગાવડવામાં આવી રહ્યા છે. આ મામલે કોલેજ દ્વારા પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી તેવો અન્ય વિદ્યાર્થીઓનો આક્ષેપ છે.

આ પણ વાંચો : Ahmedabad : અમરાઇવાડીમાં તોફાની તત્વોનો આતંક, 3 શખ્સો પોલીસના હાથે ઝડપાયા

Next Video