અમદાવાદ વીડિયો : અમદાવાદમાં વધુ એક ગમખ્વાર અકસ્માત, ઈશ્વરનગર બસ સ્ટેન્ડ બહાર સૂતા લોકોને ટેમ્પા ચાલકે લીધા અડફેટે

અમદાવાદ વીડિયો : અમદાવાદમાં વધુ એક ગમખ્વાર અકસ્માત, ઈશ્વરનગર બસ સ્ટેન્ડ બહાર સૂતા લોકોને ટેમ્પા ચાલકે લીધા અડફેટે

| Edited By: | Updated on: Nov 26, 2023 | 7:33 AM

અમદાવાદના મણિનગર વિસ્તારમાં લોડિંગ ટેમ્પોએ 3 થી વધારે લોકોને અડફેટે લીધા હોવાની ઘટના સામે આવી છે. ઈશ્વરનગર બસ સ્ટેન્ડ બહાર રોડ પર ઊંઘતા લોકોને ટેમ્પા ચાલકે અડફેટે લીધા હતા. તો અકસ્માત સર્જી ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો હતો. જેને હવે ઝડપી લેવામાં આવ્યો છે. પરંતુ અકસ્માતમાં અડફેટે આવતા 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે અમદાવાદમાં ફરી એક વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં લોડિંગ ટેમ્પોએ 3 થી વધારે લોકોને અડફેટે લીધા હોવાની ઘટના સામે આવી છે.

ઈશ્વરનગર બસ સ્ટેન્ડ બહાર રોડ પર ઊંઘતા લોકોને ટેમ્પા ચાલકે અડફેટે લીધા હતા. તો અકસ્માત સર્જી ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો હતો. જેને હવે ઝડપી લેવામાં આવ્યો છે. પરંતુ અકસ્માતમાં અડફેટે આવતા 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

તો બીજી તરફ રાજકોટમાં પણ અકસ્માતની ઘટના બની હતી. જેમાં સગીર વયના યુવકે બેફામ કાર હંકારી બે વિદ્યાર્થીને અડફેટે લીધા હતા. જેના પગલે 1 વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેના પગલે તાત્કાલિક ધોરણે તેને સારવાર અર્થે ખેસડવામાં આવ્યો હતો.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો