આપ નેતા મહેશ સવાણીની તબિયત લથડતા હોસ્પિટલમાં ખસેડાયા, આમરણાંત ઉપવાસ બેઠા હતા

મહેશ સવાણીના રૂટિન હેલ્થ ચેકઅપ દરમ્યાન સુગર લેવલ ઘટતું જણાતા ડૉકટરે હોસ્પિટલમાં એડમિટ થવાની સલાહ આપતા એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2021 | 8:36 PM

અમદાવાદમાં (Ahmedabad) આમ આદમી પાર્ટી(AAP)પ્રદેશ કાર્યાલય ખાતે આમરણાંત ઉપવાસ(Hunger Strike )પર બેઠેલા આપ નેતા મહેશ સવાણીને (Mahesh Savani) એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં તેમના રૂટિન હેલ્થ ચેકઅપ દરમ્યાન સુગર લેવલ ઘટતું જણાતા ડૉકટરે હોસ્પિટલમાં એડમિટ થવાની સલાહ આપતા એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં ગૌણ સેવા મંડળમાં હેડક્લાર્ક પેપર લીક કાંડ મુદ્દે તેવો આમરણાંત ઉપવાસ પર બેઠા હતા.આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણી હેડ ક્લાર્ક પેપર લીક મુદ્દે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાના રાજીનામાની માંગણી અને વિધાર્થીઓએ થયેલા આર્થિક નુકશાનની ચૂકવણીની માંગણી સાથે છેલ્લા ચાર દિવસથી ઉપવાસ પર બેઠા હતા.જો કે આજે તેમની તબિયત બગડતા તેમનું મેડીકલ ચેકઅપ કરાતા તેમને  હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી હતી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા આયોજિત હેડ ક્લાર્ક પરીક્ષાનું પેપર લીક થયું હતું. જેના પગલે આમ આદમી પાર્ટીએ આ મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ આ મુદ્દે ગૌણ સેવા મંડળના ચેરમેન અસિત વોરાના રાજીનામાની માંગણી સાથે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે દેખાવો કર્યા હતા. જો કે આ દરમ્યાન પોલીસે લાઠી ચાર્જ કરીને કાર્યકરોને દૂર કર્યા હતા. તેમજ ભાજપના કાર્યકરોએ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો પર મહિલાની છેડતી અને મારપીટની ફરિયાદ દાખલ કરી હતી.

આ પણ વાંચો : Year Ender 2021: ગુજરાત DRUGS હેરાફેરીનું એપીસેન્ટર બન્યું, જાણો કયા અને કેટલા કરોડનો કાળો કારોબાર થયો ?

આ પણ વાંચો :  Vibrant Gujarat Global Summit 2022 : પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટમાં વધુ 16 MOU થયા, ડિફેન્સ સેક્ટર અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે હોટલ પ્રોજકટ સામેલ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">