Ahmedabad : CMના પુત્રના અનુજ પટેલના દીર્ઘાયુષ્ય માટે ભાગવત સપ્તાહમાં કરાઈ પ્રાર્થના, જુઓ Video

|

May 04, 2023 | 9:39 AM

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા તેમની હાલ મુંબઈ ખાતે સારવાર ચાલી રહી છે. ત્યારે મુખ્યપ્રધાનના પુત્રના સારા સ્વાસ્થય માટે ગુજરાતમાં ઠેર-ઠેર પ્રાર્થના થઇ રહી છે. આવી જ પ્રાર્થના ઇસનપુરમાં ભાગવત સપ્તાહમાં અનુજ પટેલના સારા સ્વાસ્થ્ય માટે કરવામાં આવી છે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા તેમની હાલ મુંબઈ ખાતે સારવાર ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાં મુખ્યપ્રધાનના પુત્રના સારા સ્વાસ્થય માટે ઠેર-ઠેર પ્રાર્થના થઇ રહી છે. ત્યારે અમદાવાદના ઇસનપુરમાં પણ રાધે રાધે સેવા સમિતિ દ્વારા આયોજિત ભાગવત સપ્તાહમાં અનુજ પટેલના સારા સ્વાસ્થ્ય માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી છે.

આ પણ વાંચો : Ahmedabad: ખોટું કામ નહિ કરવાની સલાહ આપવી વૃદ્ધને ભારે પડી, યુવાને ઉશ્કેરાઈને વૃદ્ધની છરીથી હત્યા કરી

અનુજ પટેલ જલદી સ્વસ્થ થાય અને ભગવાન તેમને લાંબુ આયુષ્ય આપે તેના માટે વ્યાસપીઠ પરથી પ્રાર્થના કરી ભગવાનની આરતી કરવામાં આવી છે. તથા ત્યાં હાજર શ્રોતાઓએ પણ અનુજ પટેલનો ફોટો હાથમાં રાખી તેમના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના અને આરતી કરી હતી.

શાહીબાગ મેન્ટલ હોસ્પિટલમાં કરાઈ પ્રાર્થના સભા

તો બીજી તરફ અમદાવાદના એસજી હાઇવે પર મોહમ્મદપુરામાં રહેતા વેપારી આદિત પારેખ અને તેમના પિતાએ પણ અનુજ પટેલના સારા સ્વાસ્થ્ય માટે અનોખો પ્રયાસ કર્યો. વેપારીએ શાહીબાગ મેન્ટલ હોસ્પિટલના દર્દીઓ સાથે મળીને અનુજ પટેલ જલ્દી સાજા થઇ ઘરે આવે તે માટે પ્રાર્થના કરી હતી. એટલું જ નહીં પ્રાર્થના કાર્યક્રમ સાથે મેન્ટલ હોસ્પિટલના દર્દીઓને વેપારીએ ભોજન પણ કરાવ્યું હતું. મેન્ટલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટે આદિત પારેખના પરિવારના પ્રયાસને આવકાર્યો અને સીએમના પુત્ર જલ્દી સ્વસ્થ થાય તેવી પણ કામના વ્યક્ત કરી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video