Ahmedabad : એક મહિનામાં વિવિધ વિસ્તારોમાં 43 ભૂવા પડવાની ઘટના, શહેરના 19 માર્ગ બંધ કરાયા, જૂઓ Video

|

Jul 05, 2023 | 11:20 AM

અમદાવાદ શહેરમાં ‘ભૂવા’રાજથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે. એક મહિનામાં વિવિધ વિસ્તારોમાં 43 ભૂવા (Sink hole) પડવાની ઘટના બની છે. ભૂવા પડવાના કારણે શહેરના 19 માર્ગો બંધ કરાયા છે.

Ahmedabad :  ચોમાસાના શરુઆતના વરસાદ (Rain) સુધીમાં જ અમદાવાદ શહેર જાણે ભૂવાનગરી બની ગયુ છે. અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારોમાં ઠેર ઠેર ભૂવા પડવાની ઘટનાઓ બની છે. ત્યારે અમદાવાદ શહેરમાં ‘ભૂવા’રાજથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે. એક મહિનામાં વિવિધ વિસ્તારોમાં 43 ભૂવા (Sink hole) પડવાની ઘટના બની છે. ભૂવા પડવાના કારણે શહેરના 19 માર્ગો બંધ કરાયા છે. અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં તો જાણે ભૂવાની હારમાળા સર્જાઇ છે.

આ પણ વાંચો-Breaking News : GST વિભાગે રાજકોટમાં 1500 કરોડનું બોગસ બિલીંગ કૌભાંડ ઝડપી પાડ્યું, 50 જેટલી બોગસ પેઢીઓ મળી આવી

જુહાપુરામાં એક કિલોમીટર વિસ્તારમાં 4 ભૂવા પડ્યા છે. વારંવાર ભૂવા પડવાને પગલે શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ શહેરમાં અત્યાર સુધીમાં 34 ભૂવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તો 16 ભૂવાની કામગીરી હજુ પણ બાકી છે. સૌથી વધુ પૂર્વ ઝોનમાં 13 અને દક્ષિણ ઝોનમાં 12 ભૂવા પડ્યા છે. અમદાવાદ શહેર ભૂવાનગરી બનતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video