AHMEDABAD : સરકારી અને ખાનગી જમીન પર ગેરકાયદે કબ્જો જમાવી લેનારા અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે.સરખેજ પોલીસે એક સપ્તાહના સમયગાળામાં 5 જેટલી લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબિશનની ફરિયાદ નોંધી જમીન માફિયાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.રવિવારે અલગ અલગ બે ફરિયાદમાં સરખેજ પોલીસે 33 લોકો સામે ગુનો નોંધ્યો છે.
સરખેજ-જુહાપુરા વિસ્તારમાં સરકારી તેમજ ખાનગી જમીનો પચાવી પાડનાર કુખ્યાત નઝીર વોરા, કાલુ ગરદન અને સુલતાન ખાન પઠાણ બાદ પોલીસે વહાબ ગેંગના સાગરિત અહેમદ મંડલી વિરુધ્ધ પણ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
અહેમદ મંડલીએ ખેડૂતો સાથે મળીને સરકારી જમીન પચાવી પાડી તેના ઉપર ગેરકાયદે ફાર્મ બનાવી દીધું હતું. મકરબાના રેવન્યુ તલાટી આદિત્ય ઠક્કરે સરખેજ પોલીસ સ્ટેશનમાં વધુ 2 લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે. જેમાંથી એક ફરિયાદમાં આરોપી તરીકે વહાબ ગેંગના સાગરિત અહેમદ મંડલી સહિત 10 લોકો સામે ગુનો નોંધાયો છે.
સરખેજ પોલીસે શહેરમાં સરકારી અને ખાનગી જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો જમાવી લેનારા અસામાજિક તત્વો સામે લાલ આંખ કરી છે.સરખેજ પોલીસે એક અઠવાડિયાના સમયગાળામાં 5 જેટલી લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબિશનની ફરિયાદ નોંધી જમીન માફિયાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.રવિવારે અલગ અલગ બે ફરિયાદમાં સરખેજ પોલીસે 43 લોકો સામે ગુનો નોંધ્યો છે.
આ પણ વાંચો : AHMEDABAD : કલેકટરે 24 પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કર્યા
આ પણ વાંચો : KUTCH : 5 વર્ષની બાળકીને ડાયાબીટીસ સાથે મ્યુકરમાઇકોસિસ થયું, 42 દિવસની સારવાર બાદ મળ્યું નવજીવન