અમદાવાદમાં કોરોનાના 98 કેસ નોંધાયા, ત્રણ નવા વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટમાં મુકાયા

|

Dec 27, 2021 | 11:18 PM

અમદાવાદ શહેરમાં 98 અને ગ્રામ્યમાં 2 નવા કેસ સાથે અમદાવાદમાં કોરોનાએ આજે સદી ફટકારી છે. અમદાવાદ શહેરમાં માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારની સંખ્યા વધીને 7 થઇ ગઇ છે.

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ થયો છે. જેમાં સાડા છ મહિના બાદ પહેલીવાર રાજ્યમાં 204 નવા કેસ નોંધાયા છે.જેમાં સૌથી વધુ અમદાવાદમાં 100 કેસ નોંધાયા છે.અમદાવાદ શહેરમાં 98 અને ગ્રામ્યમાં 2 નવા કેસ સાથે અમદાવાદમાં કોરોનાએ આજે સદી ફટકારી છે.જ્યારે શહેર અને જિલ્લામાં 8 દર્દી સાજા થયા છે.શહેર કે જિલ્લામાં સદનસીબે કોઇનું મૃત્યુ નથી થયું. શહેર અને જિલ્લામાં 202 દિવસ બાદ 100થી વધુ કેસ સામે આવ્યા છે.201 દિવસ પહેલાં 9 જૂને શહેરમાં 98 કેસ નોંધાયા હતા

તો, આ તરફ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધતા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં પણ વધારો થઇ રહ્યો છે.AMC દ્વારા શહેરના વધુ ત્રણ વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે.વિજય ચાર રસ્તા પાસે આવેલી ગુરુસાંદિપની સોસાયટીના ત્રણ ઘરને, ગોતાના ડીવાઇન હાઇલેન્ડ બંગલોના 3 ઘર, ગોદરેજ ગાર્ડન સિટીના ઇડન ફ્લેટના 8 ઘરને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે.આ સાથે જ અમદાવાદ શહેરમાં માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારની સંખ્યા વધીને 7 થઇ ગઇ છે.

અમદાવાદમાં ઓમિક્રૉનની વાત કરીએ તો, અમદાવાદ શહેરમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના નવા 13 કેસ નોંધાયા છે.જેમાં 8 પુરૂષ અને 5 મહિલાનો સમાવેશ થાય છે.9 દર્દીની વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી છે, જ્યારે 4ની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.મહત્વનું છે કે, અત્યાર સુધી અમદાવાદ શહેરમાં ઓમિક્રોનના કુલ 24 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો : ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું સૂચક નિવેદન, કહ્યું ટોચ ઉપર પહોંચવા ઘણા વાવાઝોડાનો સામનો કરવો પડે છે

આ પણ વાંચો :  આપ નેતા મહેશ સવાણીની તબિયત લથડતા હોસ્પિટલમાં ખસેડાયા, આમરણાંત ઉપવાસ બેઠા હતા

Published On - 11:17 pm, Mon, 27 December 21

Next Video