અમદાવાદમાં કોરોના વકર્યો, નવા 19 વિસ્તારો માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર

|

Jan 11, 2022 | 11:55 PM

અમદાવાદમાં પૂર્વ ઝોનમાં નિકોલમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. નિકોલના 6 વિસ્તારો માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. આ સાથે 111 ઘરોના 476 લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા

ગુજરાતમાં(Gujarat)સતત કોરોનાના(Corona)કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ(Ahmedabad) શહેર કોરોનાનું હોટ સ્પોટ બન્યું છે. જેમાં 11 જાન્યુઆરીના રોજ અમદાવાદ શહેરમાં કોરોનાના 2864 કેસ નોંધાયા છે. જેના પગલે અમદાવાદ શહેરમાં વધુ 19 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ(Micro Containment)ઝોનમાં મુકાયા છે. જ્યારે 14 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવાનો નિર્ણય લેવાયો છે.

જેમાં પૂર્વ ઝોનમાં નિકોલમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. નિકોલના 6 વિસ્તારો માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. આ સાથે 111 ઘરોના 476 લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા. તો શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા વધીને 182 થઈ છે.

અમદાવાદમાં કોરોનાનો મહાવિસ્ફોટ થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં 11 જાન્યુઆરીએ સૌથી વધુ 2861 દર્દી નોંધાયા છે . અમદાવાદમાં કોરોના સંક્રમણ રોજ નવા રેકોર્ડ બનાવી લોકો અને તંત્રની ચિંતા વધારી રહ્યો છે.જ્યારે 1290 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી. જો અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો 42 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 24 કોરોના દર્દી સારવાર બાદ સ્વસ્થ પણ થયા  છે.

જેના પગલે કોર્પોરેશને ટેસ્ટિંગની સંખ્યામાં પણ વધારો કર્યો છે. અમદાવાદ શહેરમાં દરરોજ કોરોનાના 14,000 જેટલા ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે

રાજ્ય સરકારે કોરોનાના વધતા કેસોને અટકાવવા માટે રાત્રી કરફ્યૂનો સમય રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધી કરી દીધો છે. સમગ્ર રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં છે. જેથી અમદાવાદમાં રાત્રી કરફ્યૂનો કડક અમલ થાય તે માટે પોલીસ સજ્જ છે. પોલીસ દ્વારા અમદાવાદના દરેક વિસ્તારમાં રાત્રે ચેકિંગ હાથ ધરવામાં આવે છે. રાત્રે બહાર નીકળનારા લોકોની પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવે છે.

આ પણ વાંચો : Kutch : કોરોનાના સંક્રમણમાં સતત વધારો, ભુજના 65 વિસ્તારો માઇક્રો કન્ટેટમેન્ટ ઝોન જાહેર

આ પણ વાંચો :  Bhavnagar: લવ જેહાદ કાયદા અંતર્ગત હૈદરાબાદથી આરોપીની ધરપકડ, યુવતીને ભગાડી જઇ ધર્મપરિવર્તન કરાવ્યુ હતુ

Published On - 11:49 pm, Tue, 11 January 22

Next Video