Ahmedabad: ક્રિડા ભારતી દ્વારા આયોજીત સૂર્યનમસ્કાર કાર્યક્રમમાં 115 લોકોએ સતત 108 સૂર્ય નમસ્કાર કર્યા

Ahmedabad: ક્રિડા ભારતી દ્વારા આયોજીત સૂર્યનમસ્કાર કાર્યક્રમમાં 115 લોકોએ સતત 108 સૂર્ય નમસ્કાર કર્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2022 | 6:58 AM

અમદાવાદના મણિયાસા ઉદ્યાન ખોખરા ખાતે ક્રીડા ભારતી અમરાઈવાડી વિભાગ દ્વારા 75 સૂર્યનમસ્કારનું આયોજન કરાયું હતું.જો કે આ કાર્યક્રમની સફળતા એટલી બધી રહી કે લોકોએ 75 નહીં પરંતુ એકસાથે 108 જેટલા સૂર્ય નમસ્કાર કર્યા હતા.

સૂર્ય વગર પૃથ્વી પર જીવન શક્ય જ ના હોત અને એટલે સૂર્ય નમસ્કાર સૂર્ય પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની રીત છે. ત્યારે અમદાવાદ (Ahmedabad)માં સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ નિમિત્તે ક્રિડા ભારતી દ્વારા 75 કરોડ સૂર્યનમસ્કાર(surya namaskar)નું આયોજન કરાયું હતુ. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને સતત 108 સૂર્ય નમસ્કાર કર્યા હતા.

અમદાવાદના મણિયાસા ઉદ્યાન ખોખરા ખાતે ક્રીડા ભારતી અમરાઈવાડી વિભાગ દ્વારા 75 સૂર્યનમસ્કારનું આયોજન કરાયું હતું.જો કે આ કાર્યક્રમની સફળતા એટલી બધી રહી કે લોકોએ 75 નહીં પરંતુ એકસાથે 108 જેટલા સૂર્ય નમસ્કાર કર્યા હતા. સૂર્ય નમસ્કારની સાથે અખિલ ભારતીય ગાયત્રી પરિવાર દ્વારા અહીં ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ યજ્ઞમાં ત્રણ દંપતી સહભાગી થયા હતા. તો સૂર્ય નમસ્કાર માટે 50 જેટલી બહેનો તથા 70 જેવા ભાઈઓ જોડાયા હતા. કાર્યક્રમમાં 115 લોકોએ 108 સૂર્યનમસ્કાર સતત કર્યા હતા. સૌથી વધુ લોકો સૂર્યનમસ્કાર કરે તે લક્ષ્યથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સૂર્ય નમસ્કારથી ઘણા ફાયદાઓ થવાના પગલે પણ આ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યુ હતુ. સૂર્ય નમસ્કાર મનને શાંત કરે છે અને એકાગ્રતા વધારવામાં સહાય કરે છે. જો સૂર્ય નમસ્કાર ઝડપથી કરવામાં આવે તો સૂર્ય નમસ્કાર હૃદય અને લોહીની નળીઓ માટે એક ઉત્તમ કસરત અને વજન ઉતારવાનો સારો માર્ગ છે.

 

આ પણ વાંચો-

Junagadh:પૂજ્ય કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થયા, લાંબા સમયથી બીમાર હતા, અંતિમ દર્શન કરવા અનુયાયીઓ ઉમટી પડ્યા

આ પણ વાંચો-

કચ્છ : હેવાન પિતાએ 4 માસની દિકરીનું મારી નાંખવાના ઇરાદે અપહરણ કર્યુ, પરંતુ પોલિસે કારસો નિષ્ફળ બનાવ્યો !

g clip-path="url(#clip0_868_265)">