અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ લોકસભા ચૂંટણી લડવા તૈયાર, ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડવા ઈચ્છા દર્શાવી, જુઓ Video

| Edited By: | Updated on: Aug 13, 2023 | 9:01 PM

મુમતાઝ પટેલે કહ્યું છે કે તેઓ આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી કરવા તૈયાર છે અને આ માટે તેઓ છેલ્લા 2 વર્ષથી તૈયારી પણ કરી રહ્યા છે. તેઓ ગુજરાતના ભરૂચમાંથી 2024ની લોકસભાની ચૂંટણી લડવા માંગે છે.

Lok Sabha Election : કોંગ્રેસના (Congress, ) દિવંગત દિગ્ગજ નેતા અહેમદ પટેલની પુત્રી તેમના પિતાના ગઢ ગણાતા ગુજરાતના ભરૂચમાંથી 2024ની લોકસભાની ચૂંટણી લડવા માંગે છે. કોંગ્રેસ-આપ ગઠબંધનના અહેવાલો વચ્ચે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના લોકસભા ચૂંટણીની ઉમેદવારી માટે દાવા બાદ હવે અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે પણ ચૂંટણી લડવા મક્કમતા દર્શાવી છે.

આ પણ વાંચો Breaking News : ચૈતર વસાવા ગુજરાતમાં આપ-કોંગ્રેસના ગઠબંધન અંતર્ગત લડશે લોકસભા 2024ની ચૂંટણી, ચૂંટણી લડવાની બતાવી તૈયારી

TV9 સાથેની વાતચીતમાં મુમતાઝ પટેલે કહ્યું છે કે તેઓ આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી કરવા તૈયાર છે અને આ માટે તેઓ છેલ્લા 2 વર્ષથી તૈયારી પણ કરી રહ્યા છે. મુમતાઝે ચૂંટણી લડવાના દાવાને મજબૂત કરતા ઉમેર્યું હતું કે અહેમદ પટેલ છેલ્લી 2 ટર્મમાં વર્ષ 2014 અને 2019ની ચૂંટણી લડવા માંગતા હતા પણ અમે પરિવારે તેમને અટકાવ્યા હતા પણ હવે તેમની ઈચ્છા હું પૂર્ણ કરવા માંગુ છું. આમ છતાં જો ટિકિટ કપાશે તો પણ તે કોંગ્રેસ માટે જ પુરજોશમાં પ્રચાર સહિતના કામમાં જોતરાશે તેવી તમણે જાહેરાત કરી હતી.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો