Gandhinagar: ઈ-વિધાનસભા લોન્ચિંગ પહેલા મંગળવારે તમામ 182 ધારાસભ્યોને ગાંધીનગર હાજર રહેવા સૂચના, જાણો Videoમાં શું છે કારણ

|

Sep 11, 2023 | 3:25 PM

13 સપ્ટેમ્બરે પ્રથમ વખત ઈ-વિધાનસભા મળવા જઈ રહી છે. જેને લઈ તૈયારીઓ તેજ કરી દેવાઈ છે. ઈ-વિધાનસભાનું લૉન્ચિંગ કરવામાં આવશે. જેથી તે પહેલા આવતીકાલે તમામ 182 ધારાસભ્યોને ગાંધીનગરમાં હાજર રહેવા સૂચના આપી દેવાઈ છે. આ સૂચના વિધાનસભામાંથી આપવામાં આવી છે. કારણ કે આવતીકાલે સવારે 11 કલાકે ગૃહમાં પ્રથણ વખત ઈ-વિધાનસભાનો ડેમો કરાશે.

Gandhinagar : ગાંધીનગરમાં આવતીકાલે સાંજે 7 કલાકે ભાજપની ધારાસભ્ય દળની બેઠક (MLA meeting) મળશે. આ બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલ,ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ હાજર રહેવાના છે. આ સાથે જ ભાજપના સંગઠન મહામંત્રી સહિત 156 ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેવાના છે. આ બેઠકમાં 3 દિવસના વિધાનસભા સત્ર અંગે વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો-Banaskantha: થરાદમાં એક બેકાબૂ કારચાલકે બે બાઈકને અડફેટે લીધા, ઘટના CCTVમાં કેદ, જુઓ Video

13 સપ્ટેમ્બરે પ્રથમ વખત ઈ-વિધાનસભા મળવા જઈ રહી છે. જેને લઈ તૈયારીઓ તેજ કરી દેવાઈ છે. ઈ-વિધાનસભાનું લૉન્ચિંગ કરવામાં આવશે. જેથી તે પહેલા આવતીકાલે તમામ 182 ધારાસભ્યોને ગાંધીનગરમાં હાજર રહેવા સૂચના આપી દેવાઈ છે. આ સૂચના વિધાનસભામાંથી આપવામાં આવી છે. કારણ કે આવતીકાલે સવારે 11 કલાકે ગૃહમાં પ્રથણ વખત ઈ-વિધાનસભાનો ડેમો કરાશે. મુખ્યપ્રધાન સહિત તમામ ધારાસભ્યો ગૃહમાં ટેબ્લેટ પર ફાઈનલ પ્રેક્ટીસ કરશે. ત્યારબાદ આવતીકાલે સાંજે 5 કલાકે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે. જેમાં 3 દિવસના એજન્ડા નક્કી થશે.

ત્રણ દિવસની અંદર ત્રણ બિલ રજૂ કરવામાં આવશે. સાથે જ પ્રશ્નોત્તરી પણ થવાની છે. ત્યારે તમામ વસ્તુઓને એપ્લિકેશનના માધ્યમથી ટેબ્લેટની અંદર ઈન્સ્ટોલ કરવામાં આવે છે. કોઈપણ પ્રકારની ટેકનિકલ એરર ન રહી જાય તે માટે તકેદારીના ભાગ રુપે તમામને આવતીકાલે બોલાવવામાં આવ્યા છે.

મહત્વનું છે કે વિધાનસભામાં રજૂ થનારા વિધેયક પર નજર કરીએ તો GST સુધારા વિધેયક, ચિલ્ડ્રન યુનિવર્સિટી સુધારા વિધેયક, પ્રાઇવેટ યુનિવર્સિટી સુધારા વિધેયક, ઓર્ગેનિક યુનિવર્સિટી સુધારા વિધેયક, ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ, ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજી પાર્ક વિધેયક, ગુડ્સ એન્ડ સર્વિસ સુધારા વિધેયક, ગુજરાત ખેત ઉત્પાદન સુધારા વિધેયક, BC અનામત સંબંધિત સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે.

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video