ઇન્ટરનેશનલ લોગો બદલવાને લઇને થયેલા વિવાદ બાદ IIM અમદાવાદની સ્પષ્ટતા, ”માત્ર લોગોના રંગ અને ફોન્ટમાં જ કરાયો છે બદલાવ”

| Edited By: | Updated on: Apr 01, 2022 | 8:19 PM

IIM-Aના લોગોમાં સંસ્કૃતમાં લખાયું છે ‘વિદ્યાવિનિયોગાદ્વિકાસ’ જેનો અર્થ થાય છે જ્ઞાન વહેંચવાથી વધે છે. આ શબ્દ હટાવીને ઈન્ટરનેશનલ લોગો તૈયાર કરવામાં આવ્યો હોવાની ચર્ચા હતી. ચર્ચા હતી કે IIMના બે લોગો રહેશે. એક ભારત અને એક વૈશ્વિક ઓળખ માટે. એકમાં સંસ્કૃત શ્લોક રહેશે અને એકમાં નહીં.

આઇઆઇએમ ( IIM) અમદાવાદનો (Ahmedabad) ઈન્ટરનેશનલ લોગો (Logo) બદલવાને લઇને વિવાદ એટલો બધા વકર્યો કે તેને લઇને સ્પષ્ટતા કરવાની જરૂર પડી. લોગો બદલવાના વિવાદ બાદ હવે IIM અમદાવાદ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. પોતાની વેબસાઈટના હોમપેજ પર સ્ટેટમેન્ટ જાહેર કરીને સ્પષ્ટતા કરવામાં આવી છે. નિવેદન (Statement) જાહેર કરીને IIM અમદાવાદએ જણાવ્યું છે કે જૂના લોગોમાં કોઈ છેડછાડ કરવામાં આવી નથી. વેબસાઈટમાં સુધારા કરતી વખતે લોગો બદલવાની જરૂર જણાઈ હતી પણ લોગોનો રંગ અને ફોન્ટમાં જ બદલાવ કરાયો છે. તો લોગોમાંથી સંસ્કૃત લાઈન હટાવવા મામલે પણ સ્પષ્ટતા કરી છે કે લાઈનને હટાવવામાં નથી આવી.લોગોનો રંગ અને ફોન્ટમાં સુધારો કરવામાં આવ્યો હોવાનો પણ IIM અમદાવાદે પોતાના નિવેદનમાં સ્વિકાર કર્યો છે. સ્ટેટમેન્ટના અંતમાં IIM અમદાવાદ તરફથી કહેવામાં આવ્યું છે કે નવો લોગો વેકેશન બાદ જૂનમાં જાહેર કરી દેવામાં આવશે

આઇઆઇએમ અમદાવાદનો ઈન્ટરનેશનલ લોગો બદલવાને લઇને વિવાદ વકર્યો હતો. જેને લઇને IIM અમદાવાદને સ્પષ્ટતા આપવાની જરુર પડી છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે જૂના લોગોમાં કોઈ છેડછાડ કરવામાં આવી નથી. માત્ર લોગોના રંગ અને ફોન્ટમાં સુધારો કરવામાં આવ્યો છે. IIM અમદાવાદે પોતાના નિવેદનમાં જણાવ્યુ કે વેબસાઈટમાં સુધારા કરતી વખતે લોગો બદલવાની જરૂર જણાઇ હતી, તો સંસ્કૃત લાઇન ન હટાવવાની પણ સ્પષ્ટતા કરવમા આવી છે. સ્ટેટમેન્ટના અંતમાં IIM અમદાવાદ તરફથી કહેવામાં આવ્યું છે કે નવો લોગો વેકેશન બાદ જૂનમાં જાહેર કરી દેવામાં આવશે.

મહત્વનું છે કે IIM અમદાવાદનો બે લોગો બનાવવાનો નિર્ણય વર્તમાન ડાયરેક્ટર એરલ ડિસોઝાએ કર્યો હોવાની ચર્ચાથી વિવાદ થયો હતો. સંસ્કૃત શબ્દો કાઢીને ઇન્ટરનેશનલ લોગો તૈયાર કરવામાં આવ્યો હોવાની ચર્ચા હતી. તો બીજીબાજુ ફેકલ્ટી કાઉન્સિલની જાણ બહાર લોગો બદલવામાં આવતા ફેલક્ટી કાઉન્સીલે તેનો વિરોધ કર્યો હતો. તેમજ સંસ્કૃત શબ્દો ન કાઢવા જણાવાયું હતુ. IIM-Aના 48 અધ્યાપકોએ આ મામલે ડાયરેકટરને પત્ર લખીને વિરોધ કર્યો હતો અને નિર્ણય પરત ખેંચવા માંગણી કરી હતી.

પૂર્વ ડાયરેક્ટર ડોક્ટર બકુલ ધોળકીયાએ આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતુ

IIM-Aના લોગોમાં સંસ્કૃતમાં લખાયું છે ‘વિદ્યાવિનિયોગાદ્વિકાસ’ જેનો અર્થ થાય છે જ્ઞાન વહેંચવાથી વધે છે. આ શબ્દ હટાવીને ઈન્ટરનેશનલ લોગો તૈયાર કરવામાં આવ્યો હોવાની ચર્ચા હતી. ચર્ચા હતી કે IIMના બે લોગો રહેશે. એક ભારત અને એક વૈશ્વિક ઓળખ માટે. એકમાં સંસ્કૃત શ્લોક રહેશે અને એકમાં નહીં. આ નિર્ણય ફેકલ્ટી કાઉન્સિલની જાણ બહાર કરાયો હોવાનુ જાણતા પૂર્વ ડાયરેક્ટર ડોક્ટર બકુલ ધોળકીયાએ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતુ. આ નિર્ણય પ્રથાઓના મૂળભૂત ઉલ્લંઘન સમાન છે એમ પણ બકુલ ધોળકિયાએ જણાવ્યુ હતુ.

સંસ્કૃત શબ્દો લોગોમાં કાઢવાથી ઈન્ટરનેશનલ સ્તરે પણ શું અસર પડશે

1961માં વિક્રમ સારાભાઈએ જ્યારે આ સંસ્થા સ્થાપી હતી. ત્યારે આ લોગો આપ્યો હતો અને ત્યારથી જ ડોમેસ્ટિક કે ઈન્ટરનેશનલ સ્તરે આ લોગો યથાવત રાખવામાં આવ્યો છે. ત્યારે ઈન્ટરનેશનલ સ્તરે અલગથી લોગો બનાવવાની જરૂર કેમ પડી તે વિચારે ચર્ચા જગાવી હતી.

આ પણ વાંચો-

Surat Exclusive : મોબાઈલ ચોર મહિલાને લોકોએ પકડીને તેને ભણાવ્યો સ્વચ્છતાનો પાઠ , બિલ્ડીંગમાં ઝાડુ પકડીને કરાવી સફાઈ

આ પણ વાંચો-

રાજકોટ : પાટીદારોની નારાજગી દૂર કરવાનો પ્રયાસ, કોંગ્રેસે પાટીદારોને સંગઠનમાં સ્થાન આપવાની બાંહેધરી આપી

Published on: Apr 01, 2022 01:21 PM